________________
૧૧૦ ] સુખાદિની વ્યંજકતાનું સમર્થન
[ધ્વન્યાલો પણ તેને જ ચાહત્વનું કારણ માનવું જોઈએ. વ્યંજનાને કારણે માનવાની જરૂર નથી. આવી દલીલ કાઈ કરે તો એનો જવાબ એ છે કે જ્યાં શૃંગારની અભિવ્યક્તિ નથી હોતી ત્યાં પણ ચાસ્તાનું કારણ તો વ્યંજના જ હોય છે. અને તે આ રીતે આપણે શું ગારરસની રચના વાંચતા હેઈ એ છીએ ત્યારે તેને અનુકૂલ રાભિવ્યંજનથી ઉત્પન્ન થતું શબ્દસૌષ્ઠવ માણીએ છીએ. અને વારેવારે એમ થવાને લીધે આપણા ચિત્તમાં એવો સંસ્કાર બંધાઈ જાય છે કે આ શબ્દોમાં ચાતા છે. અને એ સંસકારનું કારણ એ હોય છે કે એ રચનાઓમાં એ શબ્દો સાચે જ રસના વ્યંજક હોય છે. પણ પછી જ્યારે આપણે એવી રચના વાંચીએ, જેમાં એ શબ્દો ખાસ કઈ રસને વ્યંજિત કરતા ન હોય, ત્યારે પણ ચિત્તમાં પડેલા સંસ્કારને કારણે, આપણને એ શબ્દોમાં ચારુત્વની પ્રતીતિ થતી રહે છે. એનો અર્થ એ થયો કે એવે સ્થળે પણ જે ચારુત્વની પ્રતીતિ થાય છે, તેના મૂળમાં સંસ્કારરૂપે વ્યંજનાજન્ય ચાવપ્રતીતિ જ રહેલી છે. આમ, વ્યંજના એ જ ચારુત્વનું નિમિત્ત હોય છે. લોચનકાર આ વાત બે ઉદાહરણથી સમજાવે છે. કહે છે કે “તટ' શબ્દ પુલિંગમાં, સ્ત્રીલિંગમાં અને નપુંસકલિંગમાં પણ વપરાય છે: “તરઃ” “તરી' “તરમ્'. તેમ છતાં કવિએ તો તાર સાચા અર્થાત “તટી અત્યંત પીડાય છે” એમાં પુંલિંગ અને નપુંસકલિંગનો ત્યાગ કરી સ્ત્રીલિંગને ઉપયોગ એટલા માટે કર્યો છે કે મહદોને બી એ નામ પણ મધુર લાગે છે. અહીં માધુર્યની વ્યંજના નથી, તેમ છતાં સ્ત્રીલિંગી નામ પુંલિંગી કે નપુંસકલિંગી નામ કરતાં વધુ સારું લાગે છે. બીજું ઉદાહરણ પોતાના ઉપાધ્યાય વિદ્વાન કવિ અને મહદયચક્રવર્તી ભદ ઇન્દુરાજનું આપ્યું છે: इन्दीवराति यदा विभृयान्न सक्षम म्युविस्मयकसुहृदोऽस्य यदा विलासाः । स्यान्माम पुण्यपरिणामवशात्तथापि कि कि कपोलतलकोमलकान्तिग्न्दुिः ।
[ પુણ્યને પરિણામે જે ચંદ્ર ઈન્દીવરના જેવી સ્પામ કાંતિવાળું ચિહ ધારણ ન કરતો હોય, જે તેનામાં વિસ્મયના એકમાત્ર સહદ એવા વિલાસ ઉત્પન્ન થાય, તોયે શું તે લતાના જેવી કોમળ કાંતિવાળો ય ક ]
આ કમાં વપરાયેલા ઇ-ન્દીવર, વિસ્મય, સુહદ, વિલ સ, નામ, પરિણામ, કેમલ વગેરે શબ્દોની શૃંગારને વ્યક્ત કરવાનું શક જાણીતી છે, તેથી અહીં એવી વ્યંજનાને અવકાશ ન હોવા છતાં, એ શબ્દોમાં ચાવને અનુભવ થાય છે.