________________
૧૨ ] રસના વિરેાધી અને તેમને પરિહાર
[ વન્યાક શક્તિ ધરાવતો હોય તે સહદય, કે કાવ્યના રસાદિને આસ્વાદ લેવાની શક્તિ ધરાવતો હોય તે સહૃદય ? જે પહેલા વિકલ્પ સ્વીકારીએ તો એવા સહદયે શાદના ચારુત્વની જે વ્યવસ્થા કરી હશે તે બધા માટે નિયમરૂપ નહિ બને કે એથી જુદી વ્યવસ્થા પણ કરે. કારણ, અહીં ચારુત્વનું નિર્ણાયક તવ, માત્ર તે તે વ્યક્તિની અંગત રુચિ જ છે. બીજા વિકલ્પ પ્રમાણે જોઈએ તો રસજ્ઞતા એ જ સહાયતા એમ થાય. અને રસાદિની પ્રતીતિ વ્યંજના દ્વારા જ થતી હોઈ, રસાદિને વ્યંજિત કરવાની શબ્દોની સ્વાભાવિક સક્રિો એ જ ચારસાધક વિશેષતા છે એમ કહેવું પડે. એ સાચે જ સહૃદય-હદય-સંવેદ્ય જ હોય છે. આમ, ચાવનો મુખ્ય આધાર યંજકતા ઉપર જ છે. પણ જે રસાદિની અપેક્ષા ન હોય અને કેવળ વાચ્યાર્થ જ અપેક્ષિત હોય તો પ્રસાદ ગુણ એ જ શબ્દની ચાસ્તાસાધક તવ બની રહે. કારણ, એને લીધે અર્થને તત્કાળ બોધ થાય છે. અને
જ્યાં વાચાર્યની પણ અપેક્ષા ન હોય ત્યાં તો પછી અનુપ્રાસાદિ શબ્દાલંકારો જ ચીજવસાધક તવ ગણાય. આમ, આખી ચર્ચાને સાર એ થયો કે જ્યાં રસાદિની અભિવ્યક્તિ અભિપ્રેત હોય ત્યાં તો વ્યંજકત્વ જ મુખ્ય ચારુત્વસાધક તવ હય, જ્યાં રસાદિની અપેક્ષા ન હોય અને માત્ર વાગ્યાથની જ અપેક્ષા હોય ત્યાં પ્રસાદ ગુણ ચાર્વસાધક તત્વ ગણાય, અને જ્યાં વાચાર્યની પણ અપેક્ષા ન હોય, ત્યાં અનુપ્રસાદિ શબ્દાલંકારો ચારૂત્વસાધક ગણાય.
આ રીતે, બીજી કારિકામાં અસંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિના જે પાંચ વ્યંજકો – વર્ણ, પદાદિ, વાક્ય, સંઘટના અને પ્રબ ધ– ગણાવ્યા હતા, તે બધાની વિગતે ચર્ચા ૧૬મી કારિકા સુધી ચાલી, અને ત્યાં એ પ્રકરણ પૂરું થયું. હવે નવું પ્રકરણ સર થાય છે. રસના વિરોધી અને તેમનો પરિવાર • આમ, રસાદિના વ્યંજકનું સ્વરૂપ સમજાવ્યા પછી હવે તેમના વિરોધીઓનું સ્વરૂપ સમજાવવાને ઉપકમ કરે છે -
૧૭ પ્રબંધમાં કે મુક્તકમાં રસાદિનું નિરૂપણ કરવા ઈચ્છનાર બુદ્ધિમાન કવિએ વિરોધીને પરિહાર કરવાને એટલે કે, તેમને ટાળવાનો પ્રયત્ન કરે.