________________
હત ૩૧૭, ૧૮, ૧૯, ] રસના વિરેલો અને તેમને પરિહાર [ ૧૫
(ક) એમાંથી વિરોધી રસના વિભાવના નિરૂપણને દાખલ એ રીતે આપી શકાય કે શાંતરસના વિભાવનું તેના વિભાવ તરીકે જ વર્ણન કર્યા પછી તરત જ શગારાદિના વિભાવ તરીકે વર્ણન કરવું. • આપણે ઉપર જોઈ ગયા કે શાંત અને શૃંગારનું વર્ણન નિરંતરતાથી કરવામાં આવે તો એથી વિરોધ પેદા થાય છે, અને માટે. એ દેવ ગણાય છે. જે માણસ શાંતરસને વિભાવ હોય, એટલે કે વૈરાગ્યવાળો હોય, તેને તેવો વર્ણવ્યા પછી તરત જ પ્રેમમાં પડેલે બતાવવામાં આવે, એટલે કે શૃંગારના વિભાવ તરીકે વર્ણવવામાં આવે, તે સ્વાભાવિક રીતે જ વિરોધ જાગે, અને એ દેષરૂપ થઈ પડે.
(ખ) વિરોધી રસના ભાવ એટલે કે વ્યભિચારી ભાવના નિરૂપણને દાખલ એ રીતે આપી શકાય કે પ્રેમી પિતા પ્રત્યે પ્રણયલને લીધે ક્રોધે ભરાયેલી નાયિકાને વિરાગ્યની વાતો દ્વારા મનાવવા પ્રયત્ન કરતો હોય એવું વર્ણન કરવામાં આવે, તો તે દેષરૂપ થઈ પડે.
દા. ત. કોઈ પ્રેમી નાયક પ્રણયકલહથી કોધે ભરાયેલી નાયિકાને નીચેના શ્લોકથી મનાવવાનો પ્રયત્ન કરે તો તે દેષરૂપ થઈ પડે ?
“પ્રસન્ન રહે, આનંદ પ્રગટ કર, રાષ છોડી દે; હે પ્રિયે, મારાં સુકાતાં અંગો ઉપર તારાં વચનરૂપી અમૃતનું સિંચન કર; સર્વ સુખોના ધામરૂપ તારા મુખને જરા મારા તરફ ફેરવ. હે મુગ્ધ, કાલરૂપી હરણ એક વાર ચાલ્યું ગયું એટલે તે પાછું આવી શકતું નથી.”
આમાં ગયે કાળ પાછો આવતો નથી, એ અતરન્યાસ છેલ્લી પંક્તિમાં છે, તેનાથી શૃંગારમાં શાંતને વ્યભિચારી ભાવરૂપે પ્રવેશ થયે છે, જે શૃંગારનો વિરોધી છે. કારણ, જે માણસને જગતની નશ્વરતાનું જ્ઞાન થયું હોય તે કોઈને પ્રેમમાં કેવી રીતે પડી શકે ? એટલે આ દેષ છે.
(ગ) વિરોધી રસના અનુભાવતું નિરૂપણ પણ દેષરૂપ થઈ પડે છે, જેમ કે પ્રયકલહમાં કોષે ભરાયેલી પ્રિયા પ્રસન્ન ન થતાં નાયક જે ક્રોધાવેશમાં આવીને રૌદ્રના અનુભાવ પ્રગટ