________________
૨૦૬ ] સુ૫, તિડાદિ પદાશોની ગંજકતા
[ધ્વન્યાલક અહીં લોચનકાર જણાવે છે કે પદની પુનક્તિ' કહી છે તેમાં વાક્યની પુનરુક્તિ પણ સમાઈ જાય છે. અને તેનાં ઉ.પહરણો પણ આપે છે. આ પણ અહી બે ઉદાહર જોઈશું ‘વેણી હાર' નાટકમાં ભીનમેન “હું જીવતા ધૃતરાષ્ટ્ર પુત્રે સ્વસ્થ રહે!” એ વાક્ય વારંવાર બોલે છે. એ ભીમના ક્રોધ-અનની અધિકતા વ્યંજિત કરે છે. એ જ રીતે “વિકમેવ શીવ” નાટકમાં ઉર્વશી વેલી થઈ જાય છે ત્યાર પછી રાજ પર્વતને પૂછે છે કે
હે સર્વ પતિના સમી, તેં સર્વાંગસુંદરી જોઈ છે? અને તેનો પડઘે પડે છે કે “ જોઈ છે”, એટલે રાજા કરી અને એ પ્રશ્ન પૂછે છે. એ રાજાની ઉ દાવસ્થાની અતિશયતા વ્યંજિત કરે છે.
કાળની વ્યંજકતાનું ઉદાહરણ ---
“થોડી જ વારમાં (વરપ્રાદનું પાણી ભરાઈ જવાને લીધે રસ્તાઓ ખાડાટેકરા પરખાય નહિ એવા અને ખૂબ જ ધીમે ધીમે ચાલવું પડે એવા થઈ જવાથી મનેરને પણ દુલધ્ય બની જશે.”
આ ગાથામાં બની જશે'માં “શ” ભવિષ્યકાળને પ્રત્યય છે અને તેની વ્યંજના એસા છે કે વિપકાળની કલપનાથી જ હું ધ્રુજી ઊઠું છું, તે પછી એ ખરેખર આવશે ત્યારે મારું શું થશે એ તે કહેવું પણ મુશ્કેલ છે. અને એ બંજના અહીં વિપ્રલંભ શું મારને ખૂબ જ પરિપષક નીવડે છે. એટલે વૃત્તિમાં કહ્યું છે કે –
અહીં ડી જ વારમાં રસ્તાઓ (દુબ) બની જશે. એમ કહ્યું છે, તેમાં “થઈ જશે” એ પદમાં કાલવિશેષ એટલે ભવિષ્યકાળને વાચક પ્રત્યય રસના પરિપષનું કારણ બને છે. ગાથાને એ અર્થ વિપ્રલંભશૃંગારના વિભાવરૂપે અર્થાત ઉદીપન વિભાવરૂપે પ્રતીત થઈ સમય બની જાય છે.
આ દાખલામાં જેમ પ્રત્યય-અંશ વ્યંજક બન્યો છે, તેમ કેઈ વાર પ્રકૃતિઅંશ પણ વ્યંજક બનતે જોવા મળે છે. 1. પર બે અંશેનું બનેલું હોય છે: ૧ પ્રકૃતિ એટલે કે મૂળ શબ્દ અને ર. પ્રત્યય. આ પહેલાંના ઉદાહરણમાં “જશે.' પદમાં “જ' ધાતુ એ પ્રકૃતિ છે અને “શે' એ ભવિષ્યકાળ, ત્રીજો પુરુષ એકાચન વાચક પ્રત્યય છે. એ