________________
જ્યોત ૩-૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪ ] અતિહાસિક અને મહિપત વસ્તુ [ ૧૮૯
હાય તા તેને છોડી દેવી અને સ્વેચ્છાએ ઉપજાવી કાઢેલી વસ્તુ વડે અભીષ્ટ રસને ચિત એવા કથાના ઉત્કર્ષ સાધવેા. જેવુ કાલિદાસના પ્રબંધામાં કરવામાં આવેલું છે. અથવા જેવુ સસેનવરચિત ‘ રિવિજય ’માં અથવા મારા જ ‘ અર્જુનચરિત ’માં કરવામાં આવેલુ છે.
આની સ્પષ્ટતા કરતાં લેાચનકાર કહે છે કે ‘રઘુવંશ 'માં અજ વગેરેના વિવાહાદિનું જે વન આવે છે, તે ઇતિહાસગ્ર થામાં નિરૂપાયેલું' નથી. એ જ રીતે, ‘ હરિવિજય ’માં સત્યભામાને રીઝવવા માટે પારિજાત લઈ આવ્યાનું જે નિરૂપણ છે, તે ઇતિહાસગ્રામાં જોવા મળતુ નથી. આનંદવર્ધનના અર્જુનચરિત' મહાકાવ્યમાં અર્જુને પાતાળવિજય કર્યાં વગેરે વન આવે છે, તે પણ ઇતિહાસમાં જાણીતું નથી.
.
એ જ રીતે, કાલિદાસે ‘ સાકુંતલ ’માં દુર્વાસાને શાપ, મત્સ્યાવતાર તીમાં વીંટીનું પડી જવું, શાપથી જન્મેલી વિસ્મૃતિને કારણે શકુંતલાનું પ્રત્યાખ્યાન, વગેરેની કલ્પના કરીને ઇતિહાસના ભ્રમરવૃત્તિવાળા દુષ્યન્તને ધીરાદાત્ત નાયક બનાવ્યે છે. અને ભવભૂતિએ ‘ઉત્તરરામચરિત ’માં ‘ છાયા સીતા'ની કલ્પના કરીને પથ્થરાને પણ રડાવે અને તે પણ દળી નાખે એવા કરુણનું નિરૂપણ કર્યું છે.
કવિએ કાવ્ય રચતી વખતે સ ંપૂર્ણપણે રસપરતંત્ર રહીને જ વવું. તેમ કરતાં ઇતિહાસમાં કાઈ રસને પ્રતિકૂળ સ્થિતિ આવે તે તેના ત્યાગ કરી સ્વતંત્ર રીતે રસને અનુકૂળ બીજી કથા કલ્પી લેવી. કવિ કામ કંઈ માત્ર ઇતિહાસના નિર્વાહ કરવાનું નથી. એ તા ઇતિહાસથી જ સિદ્ધ થઈ જાય છે.
૩. પ્રબંધ રસાદિના વ્યંજક ખની શકે એ માટે ત્રીજી . મુખ્ય શરત એ છે કે મુખ, પ્રતિમુખ, ગર્ભ, અમશ અને નિહુષુ નામના પાંચ સંધિઓની તથા ઉપક્ષેપ વગેરે તેનાં અ ંગાની ચેાજના, રસાભિવ્યક્તિની દૃષ્ટિએ કરવી. જેમ ‘રત્નાવલી'માં કરવામાં આવી છે. ફક્ત શાસ્ત્રનું પાલન કરવાની ઈચ્છાથી ન કરવી, જેમ ‘ વેણીસંહાર’ નાટકમાં ‘પ્રતિમુખ ’ સંધિના · વિલાસ ' નામના અંગની યોજના,પ્રકૃત રસની વિરુદ્ધ
"