________________
૧૯૮] સુપ, તિષ્ઠાદિ પદાશેની વ્યંજતા
[ ધ્વન્યાલો પ્રગટ થાય છે, તે જેમાં એવા અનેક પદે ભેગાં થયાં હોય તેની તો વાત જ શી ! જેમ કે આ પહેલાં ઉતારેલા કલેકમાં. એ લોકમાં “રાવણ પદ અર્થાતરસંકમિતવા ધ્વનિથી અલંકૃત હોવા છતાં એમાં ઉપર કહેલા વ્યંજકે પણ પ્રગટ થાય છે. વિશિષ્ટ પ્રતિભાવાળા કવિઓમાં આવી રચનાઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે. જેમ કે મહર્ષિ વ્યાસને નીચેનો ઝલક –
अतिक्रान्तसुखाः कालाः प्रन्युस्थितदारुणाः। श्वः श्वः पापीय दिवसा पृथिवी गतयौवना ।।
સમય એ આવ્યું છે કે સુખો વીતી ગયાં છે, દારુણ દુખે આવી પહોંચ્યાં છે, દિવસે દિવસે પાપ વધતાં જાય છે; પૃથ્વીનું યૌવન ચાલ્યું ગયું છે.”
અહીં બેશક, કૃત, તદ્ધિત અને વચન દ્વારા અસંલક્ષ્યક્રમ વ્યંગ્ય રસધ્વનિ અને “પૃથ્વીનું યૌવન ચાયું ગયું છે” એ પ્રાગ દ્વારા અત્યંતતિરસ્કૃતવાચ્ય દવનિ પ્રગટ થાય છે.
આ લેકમાં મર ગ્રાન્ત અને પ્રત્યુપસ્થત એ શi #કૃત પ્રત્યય આવેલ છે. મતિમાં અને વ્યંગ્યાર્થ એ છે કે સુખે વાતા ગયાં છે, તે પાછા આવવાનાં નથી. કશુદતમાં અને વ્યંગ્યા એ છે કે વીતી ગયેલાં પણ પાછાં આવનારા અને હજી આવવાનાં દુઃખ નજીક આવી પહોંચ્યા છે – આવશે જ એ નિશ્ચિત છે. ઝાઝા માં બહુવચન વાપર્યું છે, તેનો વ્ય માર્થ એ છે કે બધું જ કાળ આમ દુઃખમય જ જવાનો છે; “વીસ”માં “છ ( દીર્ઘ “ઈ'વાળો 'ઇય') તદ્ધિત પ્રત્યય છે, એને ચંપાર્થ એ છે કે આ દિવસોમાં, ૫ પીએ નું આધિ ત્ય (ચલણ) છે. આમ જ કાળ બધે દુઃખમય છે, તેમાં ઉત્તરોત્તર દિવસો વધુ ને વધુ પાપી (પાપીઓના આધિપત્યવાળા) બનતા જાય છે, એટલે સુખના કેઈ આશા જ રહેતી નથી. આમ, નિર્વેદ સ્થાયીભાવવાળો તિરસ અસંલક્ષ્યક્રમભંગ્ય કવનિરૂપે પ્રતીત થાય છે. પૃથ્વીનું યૌવન ચાલ્યું ગયું છે” એમ કહ્યું છે, એમ અત્યંતતિરફ વાય વનિ પ્રગટ થાય છે. કારણ, યૌવન કેઈ સ્ત્રાનું ચાલ્યું જાય, પૃથ્વીનું નહિ એટલે લક્ષણથી આપણે એને અર્થ “પૃથ્વી ભેગવવા લાયક રહી નથા' એવો કરીએ છીએ, અને એનો વાગ્યા