________________
૧૯૦ ] ઐતિહાસિક અને કલ્પિત વસ્તુ
[ ધ્વન્યાલોક હોવા છતાં, ફક્ત ભરતના મતનું અનુસરણ કરવાની ઇચ્છાથી કરવામાં આવી છે.
આની સ્પષ્ટતા કરતાં લોચનકારે સંધિઓ અને અંગેનો વિગતે પરિચય આપી, “રત્નાવલી ”માં એ બધાંની યોજના પાત્રની પ્રકૃતિના અને રસના બૌચિત્યને સાચવીને કેવી રીતે કરવામાં આવી છે, તે બતાવ્યું છે. “રનાવલી માં નાટયશાસ્ત્રમાં કહેલા બધા જ સંધિ અને બધાં જ અંગેની યોજના કરેલી છે. પણ તેમ કરવામાં કયાંય પ્રકૃતિનું કે રસનું ઔચિત્ય બળપાયું નથી. એથી ઊલટું, “વેણીસંહાર'માં અનેક વીરોનો સંહાર ઝઝૂમી રહ્યો છે, મહાભારતનું યુદ્ધ શરૂ થવામાં છે, એવે પ્રસંગે દુર્યોધન અંતઃપુરમાં જાય છે, અને ત્યાં એના ભાનુમતી સાથેના શૃંગારનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. આ વર્ણન કેવળ પ્રતિમુખ સંધિના “વિલાસ” નામના અંગને સ્થાન આપવા માટે જ કર્યું છે. એ નાટકનો રસ વીર છે, તેની સાથે આ વર્ણનનો મેળ નથી. આમ, રસને હાનિ પહોંચતી હોવા છતાં, કેવળ શાસ્ત્રજ્ઞાનું પાલન કરવા માટે આ વર્ણન દાખલ કર્યું છે, એ અહીં કહેલા નિયમના ભંગના ઉદાહરણ તરીકે ટકિડ્યું છે.
૪. (અ) પ્રબંધ રસથંજક બની શકે એ માટે ચોથી શરત એ છે કે પ્રસંગનુસાર, વચમાં વચમાં, રસનું ઉદ્દીપન અને પ્રશમન નિરૂપતા રહેવું. જેવું “રત્નાવલી ”માં કરવામાં આવ્યું છે.
આની સ્પષ્ટતા કરતાં લોચનકારે કહ્યું છે કે “રનાવલી'માં અનેક વાર શૃંગાનું ઉદ્દીપન અને પ્રશમન પ્રસંગાનુસાર કરવામાં આવેલું છે. જેમ કે, મદનપૂજાને પ્રસંગે ઉદયનનું નામ સાંભળી સાગરિકા “ આ પેલે જ રાજા ઉદયન છે” એમ બોલે છે ત્યાં તેને ચંગારભાવ ઉલ્લીપિત થાય છે.. પણ વાસવદત્તાની બીકથી તે નાસવા માંડે છે ત્યાં તેનું પ્રશમન થાય છે. વળી, ચિત્રફલકના ઉલ્લેખથી તેનું ફરી ઉદ્દીપન થાય છે, અને વાસવદત્તાની સખી સુસંગતાના પ્રવેશથી તેનું પાછું પ્રશમન થાય છે. આમ, યોગ્ય પ્રસંગે ઉપન અને મેગ્ય સમયે પ્રશમન થતાં એમાં નીરસતા આવતી નથી જે એક જ દસનું સતત પરિમર્દન કરવામાં આવે તો તે સુકમાર માલતીનાં ફૂલની પેઠે કરમાઈ જાય છે.
(આ) વળી, પ્રધાન રસ વિશ્રાંત થવા માંડ્યો હોય તે તેનું ફરી અનુસંધાન કરવું, જેવું “તાપસવત્સરાજ’માં કરવામાં માવેલું છે.