________________
૧૮૮ ] ઐતિહાસિક અને કહિપત વસ્તુ
[ વન્યાલક તે જ પ્રહણ કરવી, બીજી નહિ. એતિહાસિક કે પૌરાણિક) કથા કરતાં કવિત કથામાં વધારે સાવચેત રહેવું. કારણ, તેમાં સાવધ ન રહે તો કવિને હાથે મોટે દેષ થતાં તેની અવ્યુત્પત્તિ પ્રગટ થવાને ખૂબ સંભવ રહે છે.
અહીં લે ચનકાર ઉમેરે છે કે એવો દેષ થાય ત્યારે મેં તો ઇતિહાસને અનુસરીને લખ્યું છે' એવું બહાનું પણ કવિ કાઢી શકતો નથી, જોકે એ બહાનું યોગ્ય તો નથી જ.
આ બાબતમાં એક પરિકર બ્લેક છે કે –
“ઉત્પાદ્ય વસ્તુનું કથાશરીર એવી રીતે રચાવું, જેથી બધું જ રસમય લાગે?
એમ કરવાને ઉપાય એ જ છે કે વિભાવાદિમાં ઔચિત્યનું બરાબર પાલન કરવું. એ ઔચિત્ય અમે બતાવી ચૂક્યા છીએ.
વળી,
“સિદ્ધરસને માટે પ્રખ્યાત રામાયણ વગેરે જે કથાવાળા પ્રબંધો છે, તેની સાથે રસવિશેધી એવું પોતાનું વેચ્છાએ ઉપજાવી કાઢેલું વસ્તુ જોડવું નહિ ”
એ કથાવાળા પ્રબંધમાં તે વેચછાથી ઉપજાવી કાઢેલું વસ્તુ જેવું જ ન જોઈએ.
અને કંઈક જોડવું પડે તો તે રસવિરોધી તે ન જ હોવું જોઈએ. જેમ કે રામ એ ધીરદાન નાયક તરીકે જાણીતા છે. તેને બદલે કોઈ ધીરલલિત નાયક તરીકે તેમનું નિરૂપણ કરી નાટિકા લખે તે તે અત્યંત અનુચિત લાગે
કહ્યું છે કે – “પ્રસિદ્ધ કથામાં થોડો પણ ફેરફાર ન કર.” વેચ્છાએ ઉપજાવી કાઢીને કંઈ ઉમેરવું પડે તેય રસવિરોધી તે ન જ ઉમેરવું.
૨. પ્રબંધની રસાભિવ્યંજકતા માટે બીજી શરત એ છે કે ઈતિહાસમાંથી લીધેલા વસ્તુમાં કે રસવિરોધી સ્થિતિ આવતી