________________
૧૮૬] રતિમાં ચિત્યની આવશ્યકતા
[ ધ્વન્યાલેકતે એના જવાબમાં કહે છે કે ના, એમ નથી. એમાં ઔચિત્યનું ઉલંઘન થયું તે ભારે દેષ થાય. દા. ત., ઉત્તમ પ્રકૃતિવાળા પાત્રના શૃંગારનું નિરૂપણ અધમ પ્રકૃતિના ઔચિત્ય પ્રમાણે કરવામાં આવે તે તે શું ઉપહાસપાત્ર ન થાય? અંગારની બાબતમાં ભારતવર્ષમાં પણ ત્રણ પ્રકારનું પ્રકૃતિ-ઔચિત્ય છે. એમાંથી દિવ્ય ઔચિત્ય શૃંગારનિરૂપણમાં નિરુપયોગી છે, એમ જે કહેતા હે, તે શૃંગારની બાબતમાં દિવ્ય-ઔચિત્ય જુદું છે, એવું અમે કહેતા જ નથી. તે શું કહો છો? અમે એમ કહીએ છીએ, કે ભારતવર્ષમાં ઉત્તમ નાયકે રાજા વગેરેને શૃંગાર જે રીતે નિરૂપવામાં આવે તેવી જ રીતે દિવ્ય પાત્રોને યંગાર પણ નિરૂપાય તે તે શોભે. નાટક વગેરેમાં રાજાઓના શૃંગારનું નિરૂપણ ગ્રામ્ય શૃંગારની રીતે કરવામાં આવેલું જોવા મળતું નથી. તે જ પ્રમાણે દેને વિશે પણ ગ્રામ્ય શૃંગારને ત્યાગ કરે. | નાટક વગેરેમાં તે અભિનય કરવાનો હોય છે, અને સંગ શૃંગારનો અભિનય કરવામાં આવે, તે તે અસભ્ય બની જાય, માટે નાટકમાં એનો ત્યાગ કરવામાં આવે છે, એમ જે કહેતા હે, તે કહેવાનું કે તેમ નથી. જે અભિનયમાં એવા વિષયથી અસભ્યતા આવતી હોય તે કાવ્યમાં એવા વિષયથી અસભ્યતા આવતી કેવી રીતે રોકી શકાય? એટલે અભિનેયાર્થ કાવ્યમાં તેમ જ અનભિનેયાર્થ કાવ્યમાં ઉત્તમ પ્રકૃતિના રાસ વગેરે પાત્રનું ઉત્તમ પ્રકૃતિની નાયિકા સાથે ગ્રામ્ય સંગ શૃંગારનું વર્ણન કરવું, એ માતાપિતાના સંજોગના વર્ણન જેવું અત્યંત અસભ્ય છે. ઉત્તમ દેવતાની બાબતમાં પણ એમ જ છે.
વળી, સંજોગ થ ગારને સુરત એ જ એક માત્ર પ્રકાર નથી; પરસ્પર પ્રેમદર્શન, વગેરે બીજા પણ ઘણા પ્રકારો સંભવે છે, તો પછી ઉત્તમ પ્રકૃતિને વિશે તેનું નિરૂપણ કેમ ન કરવું? આમ, ઉત્સાહની પેઠે રતિ વગેરેમાં પણ પ્રકૃતિ-ઔચિત્યનું