________________
હલોત ૩-૧૦,૧૧,૧૨,૧૩,૧૪] રતિમાં ઔચિત્યની આવશ્યકતા [ ૧૮૫
અહી કોઈ એ પ્રશ્ન પૂછે કે સાતવાહન વગેરે રાજાઓ નાગલોકમાં ગયા હતા, એવી કિંવદંતી છે. તો આખી પૃથ્વીનું ભરણપોષણ કરનાર રાજાઓમાં અલૌકિક પ્રભાવનું વર્ણન કરવામાં આવે એમાં અનૌચિત્ય શું? તે કહેવાનું કે એમાં અનૌચિત્ય નથી જ. રાજાઓને વિશે પ્રભાવાતિશયનું વર્ણન કરવામાં દોષ છે એવું અમે કહેતા જ નથી. અમારું કહેવું એટલું જ છે કે કેવળ માનુષ પાત્રો વિશે જે ઉત્પાલ વસ્તુવાળી કથા રચવામાં આવે તેમાં એ પાત્રોમાં દિવ્ય પાત્રોનું ઔચિત્ય ન યોજવું, અર્થાત તેમની પાસે દિવ્ય પાત્ર જ કરી શકે તેવાં કાર્યો ન કરાવવાં, પણ દિવ્યાદિવ્ય પાત્રોની કથા હેય તેમાં એવું દિવ્યાદિવ્ય ઔચિત્ય ચાજવામાં વાંધો નથી, જેમ કે, પાંડની કથામાં સાતવાહન વગેરેને વિશે તે જેટલી વાત પ્રચલિત હોય તેટલી જ જવી, એ જ ઉચિત ગણાય. એથી વધારે જે કાંઈજીએ તે તેમનામાં પણ અનુચિત જ લાગે. એટલે આ બાબતમાં સારી વાત આટલી કે,
“અનૌચિત્ય સિવાય રસભંગનું બીજું કોઈ કારણ નથી. પ્રસિદ્ધ ઔચિત્યનું નિરૂપણ એ જ રસની પરાવિદ્યા છે – એમાં જ રસાભિવ્યક્તિની ગુકિટલી છે.”
આથી જ ભરતે નાટકમાં વસ્તુ પ્રખ્યાત અને નાયક પણ પ્રખ્યાત અને ઉદાત્ત હોય એ આવશ્યક ગણાવેલું છે એમ કરવાથી નાયકના ઔચિત્ય-અનૌચિત્યની બાબતમાં કવિની ભૂલ થતી નથી. જે નાટકનું વસ્તુ ઉપાદ્ય હોય છે તેમાં અપ્રસિદ્ધ અને અનુચિત નાયકનો સ્વભાવ વર્ણવવામાં મોટી ભૂલ થવાને સંભવ રહે છે. શતિમાં ઔચિત્યની આવશ્યકતા
અહીં કોઈ એવો પ્રશ્ન ઉઠાવે કે ઉત્સાહ વગેરેના વર્ણનમાં દિવ્યાદિ વગેરે ઔચિત્યની પરીક્ષા કરવી હોય તે કરે, પણ રતિ વગેરેમાં એની શી જરૂર છે? રતિ તે ભારતવર્ષને ઉચિત વ્યવહાર વડે જ દિવ્યપાત્રોની પણ વર્ણવવાની હોય છે.