________________
ઉદ્યોત ૩–૧૦,૧૧,૧૨,૧૩, ૧૪] ઐતિહાસિક અને કરિપત વસ્તુ [ ૧૮અનુસરણ કરવું જોઈએ. એવું જ વિરમય વગેરેમાં પણ સમજવું. આવી બાબતમાં મહાકવિઓ પણ વગર વિચાર્યું* વર્તતા જેવામાં આવે છે. પણ એ દેષ જ છે. એ દેષ કવિની શક્તિને લાધે હંકાઈ જતું હોવાથી ધ્યાનમાં આવતું નથી, એ પહેલાં કહેવાઈ ગયું છે. જ. અનુભાવૌચિત્ય
• અનુભાવૌચિત્ય તે ભરત વગેરેએ વિગતે બતાવેલું છે, અને ખૂબ પ્રસિદ્ધ છે.
એનો અર્થ એ છે કે જે ભાવને જે ચેષ્ટા અનુરૂપ હોય તે જ કરવી અથવા નિરૂપવી, એનું નામ અનભાવૌચિત્ય. કેઈ નાયિકા કોઈ કામી દ્વારા સંબોધાતાં ક્રોધને ઉદ્વેગ હાસ્યની મુદ્રા દ્વારા વ્યક્ત કરે તો તે અનુચિત જ ગણાય. ૫. ચચાણનું ઔચિત્ય
જે વેશ્યામાં લજજાનું અથવા કુલસ્ત્રીમાં લજાહીનતાનું નિરૂપણ કરવામાં આવે તો તે અનુચિત ગણાય. વળી, ઉત્તમ પ્રકૃતિનાં પાત્રોમાં જે લજજાશીલતા હેય, તે અધમ પ્રકૃતિનાં પાત્રોમાં નહેય. એટલે લજજાના. નિરૂપણમાં પણ પ્રકૃતિ પ્રમાણે ભેદ પડવાનો. - આ ચારે ઔચિત્યને ખ્યાલ રાખી કથાશરીરનું નિર્માણ કરવું એ કવિનું પહેલું અને સૌથી મહત્ત્વનું કામ છે, એટલે અંતે કવિને સ્પષ્ટ શબ્દમાં સૂચના આપે છે કે –
તેમ છતાં એટલું કહેવું જોઈએ કે ભરત વગેરેના લક્ષણગ્રંથોનું અનુસરણ કરીને, મહાકવિઓના પ્રબંધનો અભ્યાસ કરીને, તથા પિતાની પ્રતિભાને અનુસરીને કવિએ સાવધ રહીને વિભાવાદિના ઔચિત્યને ભંગ ન થાય એ માટે પૂરો પ્રયત્ન કરો. ઐતિહાસિક અને કહિપત
ઐતિહાસિક (પૌરાણિક) કે કલ્પિત પણ ઔચિત્યપૂર્ણ કથાશરીરને સ્વીકાર ૨સાભિવ્યંજક બને છે, એમ કહ્યું, તેને અર્થ એ છે કે ઈતિહાસ વગેરેમાં રસભરી જાતજાતની કથાઓ હોય છે, તેમ છતાં તેમાં જે વિભાવાદિના ઔચિત્યવાળી હેય,