________________
૧૮૦ ] ગણ કાવ્યમાં પણ એ ઔચિત્ય આવશ્યક [ વન્યાલો જાળવવું. આખ્યાયિકામાં તે મોટે ભાગે મધ્યમ સમાસવાળી અને દીર્ધ સમાસવાળી સંઘટના જ હોય છે. કારણ કે ગદ્યમાં વિકટબંધથી જ સૌંદર્ય આવે છે અને એથી જ સૌંદર્યને પ્રકર્ષ સધાય છે. કથામાં તે વિકટબંધની પ્રચુરતા હોવા છતાં ૨સબંધને લગતા ઔચિત્યનું પાલન કરવું.
આ ચર્ચાને સાર આપતાં હવે નવમી કારિકામાં કહે છે કે –
૨સબંધને લગતું ઉપર કહેલું ઔચિત્ય પાળનારી રચના સર્વત્ર શેભી ઊઠે છે. પણ વિષય એટલે કે કાવ્યના પ્રકાર અનુસાર તેમાં થોડેઘણે ફેર પડે છે.
અથવા પદ્યની પેઠે ગદ્યમાં પણ રચના રસબંધને લગતા ઔચિત્યનું પાલન કરતી હોય તે જ શેભે છે, પણ કાવ્યના પ્રકાર પ્રમાણે તેમાં થોડો ફેર પડે છે; પૂરેપૂરો ફેર પડતા નથી. દા. ત., ગદ્યકૃતિમાં અને તેમાંયે આખ્યાયિકામાં પણ વિપ્રલંભ શૃંગાર અને કરુણમાં અતિદીર્ઘ સમાસવાળી રચના શેભતી નથી. નાટક વગેરેમાં પણ સમાસ વગરની જ સંઘટના શેભે છે. પણ તેમાંયે રૌદ્ર વીર વગેરેના વર્ણનમાં આ નિયમ લાગુ પડતો નથી. કાવ્યપ્રકારગત ઔચિત્ય રસબંધને લગતા
ઔચિત્ય કરતાં વધતું ઘટતું રહે છે જેમ કે આખ્યાયિકામાં કરુણ અને વિપ્રલંભશૃંગાર જેવા એના પોતાના ક્ષેત્રમાં પણ અત્યંત સમાસ વગરની અને નાટક વગેરેમાં રૌદ્ર-વીર જેવા એના પિતાના ક્ષેત્રમાં પણ અત્યંત દીર્ઘ સમાસવાળી સંઘટના શેભતી નથી. આમ, અમે સંઘટનાના ઉપયોગ વિશે જે દિગ્દર્શન કર્યું છે તેને અનુસરવું
આ ભાગ જુદા જુદા અનુવાદકો જુદી જુદી રીતે સમજાવે છે. લોચન અને બાલપ્રિયા ટીકાને આધારે એ ભાગ હું જે રીતે સમજ્યો છું તેને