________________
ઉદ્યોત ૩-૯ ] ગદ્ય કાવ્યમાં પણ એ ઔચિત્ય આવશ્યક [ ૧૮૧ અનુસરીને મેં ઉપરને અનુવાદ કર્યો છે. મારી સમજ પ્રમાણે સંઘટનાનું પ્રધાન નિયામક તવ વક્તા અને વાચનું ઔચિત્ય જ છે અને તેમાં રસાદિનો વિચાર રહેલે જ છે. પદ્યની પેઠે ગવમાં પણ સંધટનાનું નિયામક તત્વ એ જ રહે છે, પણ વિષયને એટલે કે કાવ્યના પ્રકારને કારણે તેમાં
ડોઘણો ફેરફાર થાય છે એટલું જ. આ રીતે જોતાં, સંધટનાનાં નિયામક તો બે છે? રસાદિગત ઔચિત્ય અને સાહિત્ય પ્રકારગત ઔચિત્ય. પણ એ બેમાં પહેલું જ પ્રધાન છે અને બીજું ગૌણ છે. અથવા કહે કે રસાદિત ઔચિત્યને સાહિત્યપ્રકારગત ઔચિત્યના સહકારની અપેક્ષા રહે છે. અને તે અનુસાર તેમાં થોડે ઘણે ફેર પડે છે. આ સાહિત્યપ્રકારગત ઔચિત્યનું મહત્વ સૌચિત્યની અપેક્ષાએ વધતું ઘટતું રહે છે તે આ પ્રમાણે : આમાંયિકામાં સામાન્યપણે મધ્યમ અને દીર્ઘ સમાસવાળી રાંધટના જ વપરાય, તેમ છતાં જે કરુણુ કે વિપ્રલંભ શૃંગારનું નિરૂપણ કરવાનું હોય તો ત્યાં અતિદીર્ઘ સમાસવાળી સંધટના ન વાપરવી. એ જ રીતે નાટક વગેરેમાં સામાન્યપણે સમાસ વગરની સંધટના જ વપરાય, પણ જે વીર કે રૌદ્ર રસનું નિરૂપણ કરવાનું હોય તો નાટકમાં પણ સમાસવાળી રચના ચાલે. આ બંને દાખલામાં કાવ્યપ્રકારગત ઔચિત્ય કરતાં રસોચિત્યને વધુ પ્રાધાન્ય આપવામાં આવેલું જખ્ખાશે. આથી ઊલટું, કરણ અને વિપ્રલંભ શૃંગારમાં સામાન્યપણે સમાસ વગરની સંધટના જ વપરાય, પણ જે કાવ્યપ્રકાર આખ્યાયિકાને હોય તો એ રસમાં પણ અત્યંત સમાસવાળી સંધટના શોભતી નથી. તે જ પ્રમાણે, રૌદ્ર અને વીર જેવા રસમાં સામાન્યપણે દીવ સમાસવાળી રચના જ વપરાય, પણ કાવ્યપ્રકાર જે નાટક વગેરેનો હોય તો એ રસમાં પણ અત્યંત દીર્ઘ સમાસવાળી સંધટના શોભતી નથી આમ, આ દાખલાએમાં રસૌચિત્ય કરતાં સાહિત્યપ્રકારગત ઔચિત્યને વિશેષ મહત્વ મળ્યું છે. એનો અર્થ એ થયો કે રસગત અને સાહિત્યપ્રકારગત ઔચિત્યના મહત્તવમાં પ્રસંગાનુસાર વધઘટ થતી રહે છે. કોઈવાર રસૌચિત્ય પ્રધાન બને છે તે કેઈવાર સાહિત્યપ્રકારગત ઔચિત્ય પ્રધાન બને છે અને તે અનુસાર રસ કે સાહિત્યપ્રકારગત પ્રમાણુ ગણાતા ઔચિત્યમાં થોડોઘણો ફેરફાર થતો - રહે છે.
આ ઉદ્યોતની બીજી કારિકામાં કહ્યું હતું કે અસંલક્ષ્યક્રમવનિ વર્ણ, પદાદિ, વાગ્ય, સંધટના અને પ્રબંધથી પણ વ્યક્ત થઈ શકે છે. એમાંનાં પહેલાં ચારની વ્યંજકતા અત્યાર સુધીમાં બતાવવામાં આવી છે. હવે પાંચમા પ્રબંધની વ્યંજકતાની વાત શરૂ કરે છે.