________________
ઉદ્યોત ૩-૮ ]
ગદ્ય કાવ્યમાં પણ એ ઔચિત્ય આવશ્યક [ ૧૭૯
તા વાપરવી, પણ પરુષ કહેતાં કહેર વર્ણોના અનુપ્રાસવાળી પરુષા અને મધ્યમ એટલે કે નહિ કઠેર કે નહિ કામળ એવા વર્ણના અનુપ્રાસવાળી ગ્રામ્યા વૃત્તિઓને ટાળવી, મતલબ કે, કામળ વર્ણીના અનુપ્રાસવાળી ઉપનાગરિકા વૃત્તિ જ વાપરવી.
(૧૦) રસતાપ વાળા સ`ખદ્ધ મહાકાવ્યમાં રસ પ્રમાણે ઔચિત્ય જાળવવું, પણ રસપ્રધાન ન હોય એવા મહાકાવ્યમાં ગમે તેવી સંઘટના વાપરી શકાય. આ અને પ્રકારનાં સગબદ્ધ મહાકાવ્યે લખનાર કવિએ જોવા મળે છે. એ બેમાં રસપ્રધાન શ્રેષ્ઠ છે.
(૧૧) અભિનેયાર્થ કાવ્યમાં તે સર્વથા રસનિરૂપને જ આગ્રહ રાખવા.
(૧૨) આખ્યાયિકા અને કથામાં તે ગદ્ય જ વધારે હોય છે, અને ગદ્યની પદ્ધતિ છંદોમ ધ કરતાં જુદી જ હોય છે, એટલે તેને વિશે કાઈ નિયમ આ પહેલાં થયેલા નથી, તેમ છતાં અમે ટૂંકમાં અહીં ઘેાડા આપીએ છીએ. ગદ્ય કાવ્યમાં પણ એ ઔચિત્ય આવશ્યક
છંદના નિયમ વગરના ગદ્યમ’ધમાં પણ સત્ર ઉપર કહેલુ ઔચિત્ય જ એવું એટલે કે સ`ઘટનાનું નિયામક તત્ત્વ છે.
ગદ્ય કૃતિઓમાં છંદના નિયમા હાતા નથી તેમ છતાં તેમાં પશુ ઉપર વક્તાગત અને વાચ્યગત જે ઔચિત્યને સંઘટનાનુ નિયામક કહ્યુ` છે, તેને જ નિયામક માનવુ અને વિષયગત એટલે કે કાવ્યના પ્રકારગત ઔચિત્ય પશુ ધ્યાનમાં રાખવું. એટલે કે કવિ અથવા કવિનિરૂપિત પાત્ર રસભાવરહિત હોય તા ગમે તેવી સ’ઘટના વાપરી શકાય. પણ જે વક્તા રસભાવસમન્વિત હોય તે પહેલાં કહેલા નિયમને અનુસરવું, તેમાંયે વિષયનુ' એટલે કે કાવ્યપ્રકારને વગતું ઔચિત્ય પણ અવશ્ય