________________
ઉદ્યોત ૩–૭ ] કાવ્યપ્રકારગત ઔચિત્ય પણ ઘટનાનું નિયામક [ ૧૦૭ ત્રણ શ્લોકનું, ૪. કલાપક ચાર શ્લેકનું, ૫. કુવક પાંચ કે વધુ લેકનું હેય છે. 5. પર્યાય બંધમાં વસતાદિ કઈ ઋતુનું વર્ણન હોય છે; ૭. પારકથા એટલે ચાર પુસ્વાર્થમાંના કોઈ એકને લઈને અનેક વૃત્તાંતો વર્ણવતી કયા; ૮. કઈ મોટી કથાના એક ખંડનું વર્ણન કરતી હોય તે ખંડકથા; ૯. જેમાં અનેક વૃત્તાંતો વર્ણવ્યાં હોય અને તે બધાં ફલ સુધી પહોંચ્યાં હેય એવી સકલકથા; ૧૦. સગંબંધ મહાકાવ્ય; ૧૧. અભિનેવાર્થ માં દસ પ્રકારનાં રૂપેકે; અને ૧૨. ઉચ્છવાસ વગેરેમાં વિભક્ત આખ્યાયિકા, ૧૩. તે વગરની કથા; અને વગેરેથી ૧૪. ચંપૂ, જેમાં ગદ્ય અને પદ્ય બંને હોય છે.
કાવ્યભેદને કારણે સંપટનામાં કેવો ફેર પડે છે તે બતાવતાં હવે કહે છે કે
એમાં, (૧) મુક્તકમાં રસનિરૂપણ કરવાના આગ્રહવાળા કવિ ૨સને લગતા ઔચિત્યને અનુસરે. એ ઔચિત્ય અમે બતાવી ચૂક્યા છીએ. બીજે એટલે કે જેમાં રસનિરૂપણને હેતુ ન હોય ત્યાં કવિ ગમે તેવી સંઘટના વાપરી શકે છે. પ્રબંધની પેઠે મુક્તકમાં પણ રસનિરૂપણ કરવાનો આગ્રહ રાખવાવાળા કવિઓ જેવામાં આવે છે. જેમ કે અમરુ કવિનાં શૃંગાર રસ વહેવડાવનારાં પ્રબંધ કાવ્યો જેવાં મુક્તક જાણીતાં છે. (૨) સંદાનિતક વગેરે (એટલે (૩) વિશેષક, (૪) કલાપક અને (૫) કુલક)માં તે વિકટ બંધ જ ઉચિત હાઈ મધ્યમ સમાસવાળી " અને દીર્ઘ સમાસવાળી રચના જ વપરાય છે. પ્રબંધમાં ગુથાયેલા સંદાનિતકથી માંડીને કુલક સુધીના ભેદમાં પહેલાં કહ્યા પ્રમાણેના પ્રબંધના ઔચિત્યને જ અનુસરવું.
મુક્તકમાં પ્રબંધના જેવું વિભાવ, અનુભાવ, સંચારીભાવ વગેરેનું વર્ણન શી રીતે થઈ શકે, એવી શ કાનું નિવારણ કરવા લેચનકારે અમરના એક મુક્તકનું ઉદાહરણ આપ્યું છે તે નીચે પ્રમાણે છે: " કોઈપણ રીતે પ્રિયતમ પાછો આવ્યો અને ઉત્તર આપતાં લાચા વાળવા લાગ્યો ત્યારે વિરહથી કૃશ થઈ ગયેલી નાયિકાએ ન સાંભળવાને ટેગ કરી, અસહિષ્ણુ સખા સાંભળી તો નથી ગઈને, એવી આશંકાથી સૂના ખંડમાં નજર ફેરવીને પછી જ ડો શ્વાસ લીધો.” રસ-૧૨