________________
ઉદ્યોત ૩-૬ બ ]
સંધટનાનું નિયામક તત્વ [ ૧૭૫ પ્રસાદ નામને ગુણ બધી જ સંઘટનાઓમાં હોવા જોઈએ. એ બધા જ રસમાં અને બધી જ સંઘટનાઓમાં સાધારણ ભાવે રહેલો હોય છે, એવું પહેલાં (બીજા ઉદ્યોતની ૧૦મી કારિકામાં કહ્યું જ છે. એના વગર સમાસ વગરની સંઘટના પણ કરુણ અને વિપ્રલંભશૃંગારને વ્યક્ત કરી શકતી નથી. અને એ પ્રસાદ જે હોય તે મધ્યમ સમાસવાળી સંઘટના પણ એ રસને વ્યક્ત નથી કરતી એમ નથી. એટલે પ્રસાદનું તે સર્વત્ર અનુસરણ કરવું.
આથી, જે કઈ “ જઃ ” વગેરે કલાકમાં જેગુણ છે એમ સ્વીકારવા ન માગતો હોય તોયે એમાં પ્રસાદ ગુણ છે એમ તે સ્વીકારવું જ પડે. એમાં કંઈ માધુર્ય નથી. તેમ એમાં ચારુતાને પણ અભાવ નથી, કારણ, એ અભિપ્રેત ૨સને પ્રગટ કરે છે.
તેથી સંઘટનાને અને ગુણને એક ગણે કે જુદાં, ઉપર કહેલા વક્તા અને વાચ્યના ઔચિત્યથી એને વિષપ નક્કી થાય છે, એટલે એ પણ રસની વ્યંજક તે છે જ. રસની અભિવ્યક્તિમાં નિમિત્ત બનતી એ સંઘટનાનું નિયમન કરનાર જે તત્વ ઉપર કહ્યું છે તે – વક્તા અને વાયુનું ઔચિત્ય જ ગુણોને નિયત વિષય છે. અને એમ હોઈ ગુણે સંઘટનાને આશ્રયે રહેલા છે એમ માનવામાં પણ કોઈ વિરોધ નથી.
આ કારિકાની શરૂઆતમાં સંઘટના અને ગુણના ત્રણ પ્રકારના સંબંધની કલ્પના કરવામાં આવી હતીઃ ૧. સંધટના અને ગુણે એક જ છે. ૨. બંને જુદાં હોય તો ગુણે સંધટનાને આશ્ચયે રહેલા છે. ૩. અથવા સંધટના ગુણોને આશ્રયે રહેલી છે. અત્યાર સુધીની ચર્ચા દરમ્યાન બતાવ્યું, કે આમાંને કઈ પણ વિકલ્પ માને, પરિણામ સરખું જ છે. એ ત્રણે વિકપમાં કઈ વિરોધ નથી. જે સંધટના અને ગુણ એક છે એમ માને તે ગુણોનો જે વિષયનિયમ છે તે જ સંઘટનાને પણ લાગુ પડશે, એ રીતે એમાં કોઈ દોષ આવતો નથી. સંપટના ગુણોને અધીન છે એમ માને તો