________________
૧૭૮ ] કાવ્યપ્રકારગત ઔચિત્ય પણ ઘટનાનું નિયામક (ધ્વન્યાલક
આમાં નાયક આલંબન વિભાવ છે, કોઈ પણ રીતે પાછા આવવું, બને ઉત્તર આપતી લોચાવાળવા એ ઉદ્દીપન વિભાવ છે; સાંભળ્યું ન સાંભળ્યું કરવું, ચારે કેર નજર ફેરવવી અને ઊંડે શ્વાસ લેવો એ અનુભાવો છે, અને ગ્લાનિ, શંકા, ત્રાસ, વિતર્ક, દેન્ય વગેરે સંચારી ભાવ છે. એ બધાથી પુષ્ટ થયેલે રતિ નામને સ્થાયી ભાવ શૃંગાર રસરૂપે આસ્વાદાય છે. આમ, એક શ્લોકમાં પણ રસની સઘળી સામગ્રી મળી રહે છે.
(૬) પર્યાય બંધમાં તે સમાસવાળી અને મધ્યમ સમાસવાળી સંઘટના જ વાપરવી. કેઈ વાર અર્થના ઔચિત્યને કારણે તીર્થ સમાસવાળી રચના વાપરવી પડે તો તેમાં પરુષા અને ગ્રામ્યા વૃત્તિને ટાળવી.
(૭) પરિકથામાં ગમે તેવી સંધટના ચાલે. કારણ, તેમાં ઈતિવૃત્ત એટલે કથાનું વર્ણન જ પ્રધાન હોય છે અને રસનિરૂપણને ખાસ આગ્રહ હતો નથી.
(૮, ૯) પ્રાકૃતમાં કુલકાદિને બહેબે ઉપયોગ થતો હોવાથી કથામાં અને સકલકથામાં દીર્ઘ સમાસવાળી સંઘટના વાપરવામાં પણ વાંધો નથી, પણ રસ પ્રમાણે વૃત્તિઓ ચિત્ય તે જાળવવું.
અહીં “સંઘટના” અને “વૃત્તિ” બંને સબ્દ વાપર્યા છે અને તે જુદા જરા અર્થમાં વાપર્યા છે એટલે એ બે વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરી લેવાની છે. ગ્રંથકારે સંઘટનાના પ્રકારો સમાસને આધારે પાડેલા છે અને ઉભટે કૃત્તિના પ્રકારો વર્ષોના અનુપ્રાસને આધારે પાડેલા છે, એ આપણે જોઈ ગયા છીએ. “પર્યાય બંધ'ની બાબતમાં એમ કહ્યું છે કે કોઈવાર અર્થના ઔચિત્યને કારણે દીર્ઘ સમાસવાળી સંધટના વાપરવી પડે તોયે તેમાં પરુષા અને પ્રખ્યા વૃતિને ટાળવી. એનો અર્થ એ છે કે સંથકાર રચનાના સમાસ એટલે કે પદગત અંશને સંઘટના કહે છે અને અને પ્રાસ એટલે કે વગત અંશને વૃત્તિ કહે છે. વામને રીતિના પ્રકાર ગુણને આધારે પાડેલા છે, અને ગુણો પદ અને વર્ણ બંને દ્વારા વ્યક્ત થાય છે, એટલે તેમાં આ બંને અંશાને સમાવેશ થઈ જાય છે. આ સમજ પ્રમાણે જે આપણે પર્યાવબંધ'ને લગતી સૂચનાને અર્થ કરીએ તો એવો થાય કે એમાં અર્થને ઔચિત્યને કારણે કોઈવાર દીર્ઘ સમાસવાળી સંઘના વાપરવી પડે