________________
૧૭૬ ] કાવ્યપ્રકારગત ઔચિત્ય પણ સંઘટનાનું નિયામક | વન્યાલોક, પણ ગુણોના નિયામક હેતુ સંધટનાના પણ નિયામક હેતુ બની જશે, એટલે એમાં પણ કોઈ દોષ નહિ આવે. અને સંઘટનાને આશ્રયે ગુણો રહેલા છે એમ માનો તો એમાં પણ વક્તા અને વાયનું ઔચિત્ય સંધટનાનું નિયામક છે તે જ ગુણનું નિયામક બની શકે એટલે એમાં પણ કોઈ વિરોધ આવતું નથી. કાવ્યપ્રકારગત ઔચિત્ય પણ ઘટનાનું નિયામક
વક્તા અને વાચના ઔચિત્ય ઉપરાંત સંધટનાનું નિયમન કરનાર બીજા તરવને ઉલ્લેખ કરતાં કહે છે કે –
વિષયમૂલક બીજું ઔચિત્ય પણ સંઘટનાનું નિયમન કરે છે. કારણ, ભિન્ન ભિન્ન કાવ્યપભેદોને કારણે પણ તેમાં ફેર પડે છે. અને વૃત્તિમાં એની વિગતે સમજૂતી આપે છે કે
વક્તા અને વાગ્યનું ઔચિત્ય હોય તોયે વિષયગત બીજુ એક ઔચિત્ય પણ એ સંઘટનાનું નિયમન કરે છે. કારણ કે, કાવ્યના સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશમાં રચાયેલાં મુક્તક, સંદાનિતક, વિશેષક, કલાપક, કુલક; પર્યાય બંધ, પરિકથા, ખંડકથા અને સકલ કથા; તેમ જ આખ્યાયિકા અને કથા વગેરે ભેદ હોય છે. એને કારણે પણ સંઘટનામાં ફેર પડે છે.
આ ભાગ સમજાવતાં બેચનકાર કહે છે કે કારિકામાં “પણુ' શબ્દ વાપર્યો છે તેને આશય એ છે કે વક્તા અને વાચનું ઔચિત્ય, આ વિષયગત ઔચિત્યને કારણે છોડી દેવાનું નથી, માત્ર તેમાં તારતમ્યગત ફેર પડે છે. બીજી રીતે કહીએ તો વક્તા અને વાચનું ઔચિત્ય રસાભિવ્યક્તિ માટે અનિવાર્ય છે, તે ઉપરાંત, કાવ્યના ભેદગત ઔચિત્ય પણ જેટલું વધુ સચવાય તેટલું કાવ્યનું સૌંદર્ય વધારે. અહીં કાવ્યના જે પ્રકારે ગણાવ્યા. છે તેનું સ્વરૂપ સમજી લેવું સાર. ૧. મુક્તક એ કાવ્યનો નાનામાં નાને પ્રકાર છે. એ એક જ શ્લોકનું હોય છે. દા. ત., અમરુશતકના, ગાથા સપ્તશતીના, આર્યાસપ્તશતીના છૂટક લેકો. એ સંસ્કૃત, પ્રાકૃત કે અપભ્રંશમાં પણ હોય છે. ૨. સંદાનિતક બે શ્લોકનું હોય છે. ૩. વિશેષક