________________
૧૦૦ ] ગુણેને આશ્રય
[ વન્યાલેક આના જવાબમાં સિદ્ધાંતી કહે છે કે તમારું મન જે પ્રસિદ્ધિ કહેતાં પરંપરાને વળગી રહેવાના દેષથી મુકત હોય, તે અમારું કહેવું એમ છે કે સમાસ વગરની રચનાથી એજયની પ્રતીતિ નથી થતી એમ નથી. સમાસ વગરની રચના શા માટે ઓજસને આશ્રય ન બને? કારણ, રૌદ્રાદિ રસને પ્રગટ કરનારી કાવ્યની દીપ્તિ એ જ આજે ગુણ છે, એવું અમે પહેલાં પ્રતિપાદન કરી ગયા છીએ. એ ગુણ સમાસ વગરની. રચનામાં પણ હોય તે તેમાં શો દોષ થઈ જાય? અર્થાત એમાં કઈ દોષ નથી. એવે સ્થાને સહૃદયના હૃદયને કોઈ અચારુતાને અનુભવ નથી થતો, એટલે ગુણે એ અનિયત સંઘટનામાં ગૂંથાયેલા શબ્દોને ધર્મ છે, એવું માનવામાં કંઈ નુકસાન નથી. ચક્ષુ વગેરે ઈન્દ્રિયોની પેઠે ગુણોને પિતપતાને વિષય તો નિયત હોય છે. એમાં કદી વ્યભિચાર થતો નથી, અર્થાત્ એમાં ફેરફાર થઈ શકતો નથી, એટલે ગુણે જુદા છે અને સંઘટના જુદી છે અને ગુણો સંઘટનાને આશ્રયે રહેલા નથી એવો એક મત છે.
અહી સિદ્ધાંતીનું કહેવું એમ છે કે જે તમે કેવળ પરંપરાથી ચાલી આવેલી માન્યતા કે એજોગુણ તો દીર્ધ સમાસવાળી રચના દ્વારા જ અનુભવી શકાય – એને જ વળગી ન રહેતા હે તો તમે જોઈ શકશો કે યો ય: રાä વિfલે જેવી સમાસ વગરની રચના પણ ગુણને અનુભવ કરાવી શકે છે; એવે સ્થાને સહદોને ચારુતાને બંધ થયા વગર રહેતો નથી. એનો અર્થ એ થયો કે ગુણોની અભિવ્યક્તિ માટે શબ્દો અમુક જ પ્રકારની સંધટનામાં ગૂંથાયેલ હોય, એ આવશ્યક નથી. એથી ઊલટું, ગુણોનો વિષય તો નિયત છે, જેમ આંખ વગેરે ઈન્દ્રિયના વિષય નિયત છે. જેવાનું કામ આંખ જ કરે. કાન ન કરે. તેમ ગુણામાં પણ માધુર્યનું સ્થાન ઓજસ ન લઈ શકે. શૃંગારમાં માધુર્ય જ જોઈએ અને રૌદ્રાદિમાં ઓજસ જ જોઈએ, એમાં મીનમેખ ન ચાલે. આ બતાવે છે કે સંધટના: જુદી વસ્તુ છે અને ગુણ જુદી વસ્તુ છે. અને ગુણે સંધટનાને આશ્રયે રહેલા નથી.