________________
૧૬૮ ] ગુણેને આશ્રય
[ વાલક
ઉપયોગી થતા શબ્દના ધર્મો પણ, એ રીતે, કહેવા હોય તો કહી શકાય. પણ એટલું યાદ રાખવું કે એ માત્ર ઉપચાર છે, એટલે કે એ પ્રયોગ લાક્ષણિક છે.
હવે અહીં પ્રતિપક્ષી એ પ્રશ્ન ઉઠાવે છે કે જે તમે ગુણેને ભલેને ઉપચારથી પણ શબ્દને આશ્રયે રહેલા માનો તે પછી તે સંઘટનારૂપ જ અથવા સઘંટનાને આશ્રયે રહેલા છે એવું સિદ્ધ થાય. કારણ, અસંઘટિત એટલે કે સંધટનામાં ન ગૂંથાયા હોય એવા શબ્દો અર્થવિશેષથી પ્રતિપાદિત થતા રસાદિને આશ્રયે રહેલા ગુણોના વાચક ન જ બની શકે.
પ્રતિપક્ષીનું કહેવું એમ છે કે ગુણે એ રસાદિની પ્રતીતિ કરાવે એવા અર્થના વાચક શબ્દોના ધર્મો છે. એને અર્થ એ થયો કે શૃંગારાદિ રસોને વ્યક્ત કરી શકે એવા વાયાર્થીનું પ્રતિપાદન કરવાની શક્તિ તે જ માધુર્યાદિ ગુણ. હવે વાચાર્યનું પ્રતિપાદન કરવાની શક્તિ તો સંધટનામાં ગૂંથાયેલા એટલે કે વાક્યમાં પ્રકૃતિ પ્રત્યય સાથે વપરાયેલા શબ્દોમાં જ હોઈ શકે. એટલે જેમ તમે ગુણોને ઉપચારથી સદના ધર્મ માને છે, તેમ તમે તેમને સંધટનાના ધર્મ પણ માની શકે. કારણુ, સંઘટના બહારનો શબદ તો વાચક જ નથી હોતો, તે કઈ અર્થનો બેધ નથી કરાવી શકતો. એના જવાબમાં હવે સિદ્ધાંતી કહે છે કે
તમારી વાત બરાબર નથી. કારણ, આ ઉદ્યોતની બીજી કારિકામાં જ અમે જણાવી ગયા છીએ, કે રસાદિની વ્યંજના અવાચક એટલે કે અર્થ વગરના વર્ણ, પદ વગેરેથી પણ થઈ શકે છે.
મતલબ કે, રસાદિના વ્યંજકમાં અચકવ આવશ્યક નથી. અર્થને બોધ ન કરાવી શકે એવા પ્રત્યે અને વર્ષો વગેરે પણું રસાદિના વ્યંજક બની શકે છે.
ઉપરની ચર્ચાને સાર એ છે કે (૧) ગુણ મુખ્યરૂપે રસને આશ્રયે રહેલા હોય છે અને ગૌણરૂપે તેમને શબ્દને આશ્રયે રહેલા પણ કહી શકાય. (૨) ગુણનો આશ્રય બનવા માટે શબ્દ સંધટનામાં ગૂંથાયેલે એટલે કે અર્થનો વાચક હે જ જોઈએ એવું આવશ્યક નથી. વર્ણ અને પદની પેઠે અસંગઠિત ૫ર ૫ણ રસાદિને વ્યંજક હોઈ શકે છે. અને ત્યારે તે પણ