________________
ઉદ્યોત ૩-૬ અ ]
ગુણેને આશ્રય [૧૬૯ - માધુર્યાદિ ગુણોને આશ્રય બની શકે છે. આથી, પહેલાં ગણવેલે પહેલો વિકલ્પ કે ગુણ અને સંધટતા એક જ છે અને ત્રીજો વિકલ્પ કે ગુણો સંધરનાને આશ્રયે રહેલા છે, એ બંનેનું ખંડ ન થઈ જાય છે. ટૂંકમાં ગુણ અને સંઘટતા એક નથી તેમ ગુણો સંધટનાને આશ્રયે રહેલા પણ નથી. ગુણોને આશ્રય મુખ્યપણે રસ જ છે, છતાં તેમને ઉપચારથી શબ્દના પણ ધર્મ માનવામાં આવે છે.
હવે આગળ કહે છે કે –
દલીલને ખાતર માની લઈએ કે પદ, વર્ણ, વગેરેથી રસાદિ વ્યંજિત થતાં નથી, રસાદિ તે વાક્યથી જ વ્યંજિત થાય છે, તોયે કોઈ નિયત સંઘટના તેમને (રસાદિને) આશ્રય નથી બનતી તેથી કઈ વ્યંગ્ય વિશેષને ઉપકારક, અનિયત સંઘટનાવાળા શબ્દો જ ગુણોને આશ્રય હોય છે.
અહીં દંલીલ આ પ્રમાણે ચાલે છે. જ્યાં વર્ણ કે પદ દ્વારા રસાદિની બંજના થતી હોય છે ત્યાં તો સંધટના વ્યંજનામાં કારણભૂત હોય છે, એવું કહેવાને અવકાશ જ નથી. પણ જ્યાં વાક્યમાંથી રસાદિની વ્યંજના થાય છે, ત્યાં પણ તેમાં સંઘના કારણરૂપ નથી હોતી. એને પુરા એ છે કે એકનો એક અર્થ વ્યક્ત કરતું વાક્ય જુદી જુદી સંધટનામાં રચાય -તેયે તે રસાદિને વ્યંજિત કરી શકે છે. જેમ કે શૃંગારરસમાં માધુર્ય ગુણ હોય છે. તેમ છતાં સમાસ વગરની અને દીર્ધ સમાસવાળી બંને પ્રકારની સંધનાવાળાં વાક્યોમાંથી શૃંગારની અભિવ્યક્તિ થઈ શકે છે. અને શૃંગાર છે ત્યાં માધુર્ય છે જ. એ બતાવે છે કે શબ્દો જ ગુણેના આશ્રય છે, સંધટના નહિ.
પ્રતિ પક્ષી અહીં એવી દલીલ કરે છે કે
તમે કદાચ માધુર્યની બાબતમાં એમ કહી શકો, પણ આજની બાબતમાં તમે એમ ન કહી શકો કે એ અનિયત સંઘટનાશ્રિત છે, એટલે કે ગમે તેવી સંઘટના એનો આશ્રય બની શકે છે. સમાસ વગરની સંઘટના કદી ઓજસને આશ્રય ન બની શકે.