________________
ઉોત ૩-૪ ]
વાયપ્રકાશ્ય અસંલક્ષ્યધ્વનિના બે પ્રકાર [ ૧૬૧
બીજા અલંકારના મિશ્રણવાળા વાકયપ્રકાશ્ય અસંતશ્યક્રમ વ્યંગ્યધ્વનિનું ઉદાહરણ “માનવતરીપૂinતાઃ” વગેરે બ્લોકમાં જોવા મળે છે. એ આખે શ્લોક આ પ્રમાણે છે – स्मरनवनदीपुरेणोढाः पुनर्गुस्सेतुमिः यदपि विधृतास्तिष्ठन्त्यारादपूर्णमनोरथाः। तदपि लिखितप्रख्यरंगः परस्परमुन्मुखाः
नयननलिनीनालानीतं पिबन्ति रसं प्रियाः ॥ [ કામરૂપી અવનવી નદીના પૂરમાં તણાતાં, પરંતુ ગુરુ (૧. વિશાળ ૨. ગુરુજનરૂપી) અંધેથી રોકાયેલાં, જેમના મને રથ પૂરા નથી થયા એવાં પ્રિયજનો, જોકે દૂર દૂર બેઠાં હોય છે, તેમ છતાં ચિત્રમાં ચીતર્યા હોય એવાં સ્થિર અંગવાળાં બનીને પરસ્પરને નિહાળતા, નેત્રરૂપી કમલનાળે આણેલો રસ પીધાં કરે છે.'
અહી વ્યંજકનાં (બીજા ઉદ્યોતની ૧૮મી કારિકામાં) કહેવાં લક્ષણવાળા રૂપક અલંકારથી અલંકૃત રસ સારી રીતે અભિવ્યક્ત થાય છે.
આને સમજાવતાં બેચનકાર કહે છે કે કામરૂપી અવનવી નદીના પૂરમાં તણાતાં નાયકનાયિકા અજાણતાં જ એકબીજા સામે આવી ગયાં હતાં, પણ પછી ગુરુજનરૂપી બંધને કારણે રોકાઈ ગયાં અને તેમની ઇરછા વણપુરાયલી જ રહી ગઈતેમ છત્તાં તેઓ પરસ્પરને ટીકી રહ્યાં છે એટલે એ રીતે તેમનું તાદાસ્ય સધાયેલું છે, અને તેથી બધી વૃત્તિઓને તેમણે નિરોધ કર્યો હોવાથી તેમના અંગે ચિત્રમાં ચીતર્યા હોય એવાં સ્થિર છે; પણું નેત્રરૂપી કમળનાળ વડે આણેલે પરસ્પર અભિલાષરૂપી રસ તેઓ આસ્વાદી રહ્યા છે, એટલે કે પરસ્પર પ્રત્યે અભિલાષભરી દૃષ્ટિ નાખી કાળ નિર્ગમન કરે છે.
આમાં કામદેવ ઉપર નવ નદીના પૂરને, ગુરુજને ઉપર બંધને અને ને ઉપર કમલનાળને આરેપ કરવામાં આવ્યો છે એટલે રૂપક અલંકાર છે.
અહીં કોઈ એવો પ્રશ્ન કરી શકે કે આ શ્લોકમાં રૂપક અલંકારને પૂરેપૂરો નિર્વાહ કરવામાં આવ્યો નથી, કારણ કે એમાં નાયકનાયિકામાં રસ-૧૧