________________
૦૬ ] વાકયપ્રકાશ્ય અસલક્ષ્યધ્વનિના બે પ્રકાર વિચાર
અહીં “ત્રિભાગ” એટલો અંશ વ્યંજક છે. મૂળમાં “ચતિહરિણહારિનેત્રત્રિમાણ ' એ એક પદ છે અને “ત્રિભાગ • એને એક અંશ છે. એનો અર્થ એ થયો કે તેણે પૂરી નજરે મારા તરફ ન જોયું, પણ આંખના ત્રીજા ભાગથી માત્ર તીરછી નજરે મારા તરફ જોયું.
આને સમજાવતાં લે.ચનકાર કહે છે, ગુરુજનો હાજર હોવા છતાં તેમને ન ગણુકારીને જેમ તેમ કરીને તેણે અમિલાપ, મન્ય, દીનતા અને ગર્વ વગેરે પૂર્વક મંથર દષ્ટિએ મારા તરફ જોયું. એ વાતનું સ્મરણ થવાથી, ‘વિભાગ' શબ્દની ઉપસ્થિતિને લીધે પ્રવાસવિપ્રલંભનું ઉદ્દીપન સ્પષ્ટપણે પ્રતીત થાય છે.
પ્રવાસવિપ્રલંભને પ્રાણ નાયકનાયિકાની પરસ્પર પ્રત્યેની આસ્થા છે. અહીં નાયિકા વડીલેની હાજરીને અવગણી ગમે તેમ કરીને પોતાને હદયભાવ તીરછી નજર કટાક્ષ ફેંકીને વ્યક્ત કરે છે એ તેની નાયક પ્રત્યેની આસ્થા બતાવે છે અને નાયક આ વરતુનું સ્મરણ કરે છે એ તેની નાયિકા પ્રત્યેની આસ્થા બતાવે છે. આમ, અહીં “ત્રિભાગ' પદાંશને જેર વિપ્રલંભશૃંગાર વ્યંજિત થાય છે. વાક્યપ્રકાશ્ય અસંલક્ષ્યધ્વનિના બે પ્રકાર
વાકવરૂપ એટલે કે વાક્યપ્રકાશ્ય અસંલકમવ્યંગ્ય ધ્વનિ શુદ્ધ અને અને અલંકારસંકીર્ણ એમ બે પ્રકારનો હેય છે. એમાંથી શુદ્ધનું ઉદાહરણ “રામાસ્યુદય’માંના “ જિૉ "' વગેરે કલેકમાં જોવા મળે છે.
એ આખે શ્લેક આ પ્રમાણે છે –
“બેટો કેપ કરીને, આંસુ વરસાવીને અને દયામણી આંખ કરીને આટઆટલી રીતે માતાએ રોકયા છતાં જેના પ્રત્યેના પ્રેમને લીધે તે વનમાં સુધ્ધાં ગઈ, તે તારો કઠોર હૃદયને પ્રિય, હે પ્રિયે, નવજલધરોથી શ્યામ બનેલી દિશાઓને તો તારા વિના પણ જીવે જ છે.”
આ વાકય આખું જ રામસીતાના પરિપુર્ણ પરસ્પરાનુરાગને પ્રગટ કરી, વિપ્રલંભશૃંગારને વ્યંજિત કરે છે,