________________
-૧૫૮ ] પદપ્રકાશ્ય અસલક્ષ્યકમ ધ્વનિ
[ વન્યાલક આને સમજાવતાં લોચનકારે કહ્યું છે કે પહેલા કમાં આ વર્ષે રસને બાધક થઈ પડે છે એમ કહ્યું છે એટલે એ વ્યતિરેક છે અને બીજા 'કમાં એ વર્ગો બીભત્સાદિ સેને દીપાવે છે એમ કહ્યું છે ત્યાં અન્વય છે. બીજી પણ એક સ્પષ્ટતા એમણે કરી છે તે એ કે અહી કહેવાને આશય એ છે કે રસાસ્વાદમાં વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવની પ્રતીતિ જ કારણભૂત હોય છે, તેમ છતાં, અમુક પ્રકારના અવાજવાળા વણે જ્યારે એ વિભાવાદિનું સમર્થન કરે છે, ત્યારે તે રસને વિશેષ પોષક થઈ પડે છે. અને તેથી જેકે વણે સંભળાય છે ત્યારે તેનાથી સૂચવાતા અર્થની અપેક્ષા રાખ્યા વગર જ કેવળ કાનથી ગહણ થતો તેમને કમળ કે કઠેર સ્વભાવ જ રસાસ્વાદમાં સહકારી બની જાય છે –મદદરૂપ થઈ પડે છે. એનો અર્થ એ છે કે વર્ણથી રસનિષ્પત્તિ નથી થતી, પણ વર્ણો રસનિષત્તિમાં નિમિત્ત બને છે. રસનિષ્પત્તિ તો વિભાવાદિના સંયોગથી જ થાય છે. પરંતુ વર્ષોમાં પણ કેટલાક કઠોર અને કેટલાક કોમળ હોય છે અને એનું ગ્રહણ કાનથી થાય છે. વર્ણની એ કઠોરતા કે કોમળતા રસાસ્વાદમાં મદદરૂપ થઈ પડે છે. જેમ પદ વગરનું સંગીત પણ કઈ અર્થનું વાચક ન હોવા છતાં અમુક રસનું વ્યંજક બને છે, તેમ વણે પણ કોઈ અર્થના વાચક ન હોવા છતાં રસની વ્યંજનામાં સહાયક થઈ શકે છે. પદપ્રકાશ્ય અસંલક્ષ્યકમ ધ્વનિ
પદ દ્વારા અસંલક્ષ્યક્રમવ્યંગ્યધ્વનિ વ્યંજિત થયો હોય એવું ઉદાહરણ –
“ધુમાડાથી આંધળા થયેલા ક્રૂર અગ્નિએ તને જોયા વગર જ એકદમ નિર્દયતાપૂર્વક બાળી મૂકી ત્યારે તે ધ્રુજતી હશે, તારા વસ્ત્રોને છેડો ભયથી ખસી ગયો હશે અને તારી તે વ્યાકુળ આંખે તે ગમેતેમ ચારે દિશામાં ફેરવી હશે.”
આ શ્લોકમાં તે” એ વિશેષણપદ સહૃદયને સ્પષ્ટ રીતે રસમય લાગે છે.
અહીં પ્રસંગ એવો છે કે વત્સરાજ ઉદયન શિકાર કરવા ગયો હતો એ દરમ્યાન મંત્રીઓએ વાસવદત્તાને સંતાડી દીધી અને શહેરને આગ લાગાડી અને ઉદયન પાછો આવતાં તેને સમાચાર આપ્યા કે વાસવદત્તા તો આગમાં બળીને મરી ગઈ છે. એ સાંભળી ઉદયન વિલાપ કરતા આ વચન