________________
૧૫૬ ] ચર્ચાને સાર
[ વન્યાલક પ્રકારના સંનિવેશને લીધે જ થાય છે, તેમ છતાં કોઈ વિશેષ અંગની ચાતા એવી હોય છે જેને લીધે આખા દેહને ચાતા પ્રતીત થાય છે અને તે નથી હોતી તો આખા દેહની ચાતા પણું પ્રતીત નથી થતી. એટલે આપણે એ વિશેષ અંગની ચાતાને જ તે દેવની ચારુતા માનીએ છીએ. એ જ રીતે, કાવ્યમાં જે ચનાની પ્રતીતિ થાય છે તે કાવ્યન બધાં અંગેના વિશેષ સંનિવેશને લીધે જ થાય છે, તેમ છતાં જે અંગની ચાતા વિશેષ ધ્યાન ખેંચે એવી હોય તેને લીધે જ એ ચાસ્તાનો અનુભવ થતો હોય છે. એ અંગ એક પદ પણ હોઈ શકે છે. એટલે વ્યંજકત્વને કારણે એવા પદને પણ વનિ કહેવામાં આવે છે. એમાં કોઈ વિરોધ નથી આવતો.
ત્યારે પ્રતિપક્ષી એવો પ્રશ્ન ઉઠાવે છે કે પદમાં તમે ચાવ પ્રતીતિનો આરોપ શી રીતે કરી શકો ? પદ તે કેવળ અર્થનું સ્મારક એટલે કે સ્મરણ કરાવનાર હોય છે. એને જવાબ સિદ્ધાંતી એ આપે છે કે પદ કેવળ સ્મારક હોય છે તેથી શું થઈ ગયું ? પદ એ મનહર વ્યંગ્યાર્થીનું સ્મરણ કરાવે છે એટલે ચારુતાની પ્રતીતિમાં કારણભૂત હોય છે એમાં કોઈ શંકા નથી. દા. ત., શ્રુતિદુષ્ટ “પેલવ' શબ્દ લે. એ શબદ કંઈ વૃષણને વાચક નથી, પણ તે એનું સ્મરણ કરાવે છે. એટલે દેવરૂપ બની જાય છે. જ્યાં એ શબ્દ નથી હોતે ત્યાં કાવ્ય અદેષ ગણાય છે. એ જ બતાવે છે કે એક અંગમાં પણ દોષ હોઈ શકે છે. તેવી જ રીતે એક અંગ ચાસાવ પ્રતીતિનું કારણ પણ બની શકે છે. ચર્ચાને સાર
આ આખી ચર્ચાને સાર ત્રણ પરિકર શ્લોકમાં આપેલ છે.
જેમ શ્રુતિદુષ્ટ વગેરે દેશમાં અનિષ્ટના સ્મરણથી દેવ આવે છે, તેમ ઈષ્ટના સ્મરણથી ગુણ આવે છે.
પદે કેવળ સ્મારક હોય તેમ છતાં પદપ્રકાશ્ય વનિના બધા જ ભેદમાં રમણીયતા હોય જ છે.
જેમ કઈ સ્ત્રી સૌંદર્યયુક્ત એક જ આભૂષણથી પણ શેભે છે, તેમ સુકવિની વાણી એક પદથી પ્રગટ થતા વનિથી પણ રોભી ઊઠે છે.