________________
૧૫૪ ] અવનિના પદ અને વાકય પ્રકાશ્ય ભેદ
| [ ધ્વન્યાલો કાવ્ય વિશેષને ઇવનિ કહ્યો છે, તે પછી એ ધ્વનિ પદપ્રકાશ્ય શી રીતે હોઈ શકે? વિશિષ્ટ અર્થની પ્રતીતિ કરાવનાર વિશિષ્ટ શબ્દસંદર્ભને જ કાવ્યવિશેષ કહી શકાય. જે તમે એમ કહે કે ધ્વનિ પદપ્રકાશ્ય છે, તે એ વાત એને લાગુ. પડતી નથી. કારણ, પદે તે સ્મારક હોય છે એટલે વાચક નથી હોતાં.
અહીં પ્રતિપક્ષીને વધે એવો છે કે ધ્વનિ તો કાવ્યવિશેષ એટલે કે વિશેષ પ્રકારનું કાવ્ય છે. એ કાવ્ય વિશેષ પ્રકારના અર્થને બંધ કરાવનાર વિશેષ પ્રકારના શબ્દસમૂહનું બનેલું હોય છે. એનો અર્થ એ થયો કે: વનિ આખા કાવ્યમાંથી, વિશિષ્ટ પદસમૂહમાંથી સમજાય છે. હવે તમે કહો છો કે વનિ એક પદમાંથી પણ સમજાય છે. એનો અર્થ એ થયો. કે શબ્દસમૂહથી અસ્તિત્વમાં આવતું કાવ્યત્વ એક પદમાં પણ હેય છે. એ કેવી રીતે બની શકે ? શબ્દો તો માત્ર અર્થના સ્મારક એટલે કે યાદ કરાવનાર હોય છે, વાચક નથી હોતા. તો પછી વનિ પદ મારફતે કેવી રીતે પ્રગટ થઈ શકે ? એના જવાબમાં કહે છે કે –
તમે કહે છે એ દેષ તે આવત જે દવનિ છે કે નહિ. એને નિર્ણય વાચકને આધારે થતું હોત. પણ એવું તે છે નહિ. એ નિર્ણય તે વ્યંજકત્વને આધારે થાય છે.
કહેવાનો અર્થ એ છે કે જે વાચકને આધારે ધ્વનિનો નિર્ણય થત હેત તો એમ કહી શકાય કે શબ્દમાં વાચકવ નથી એટલે એ ધ્વનિને પ્રગટ કરી ન શકે. પણ વનિને નિર્ણય કંઈ વાચકત્વને આધારે થતો નથી. એ તો વ્યંજકત્વને આધારે થાય છે, એટલે પદ ભલે માત્ર સ્મારક હય, વાચક ન હોય, તો તે વનિનું વ્યંજક તો હે ઈ શકે છે. આ જવાબ ખાલી સામા પક્ષને ચૂપ કરવા માટે આપેલ છે, એટલે લોચનકારે એને “લેત્તર' કહ્યો છે. સાચે ઉત્તર હવે પછી આપે છે –
ઉપરાંત, શરીરધારીઓની પેઠે કાવ્યોમાં પણ ચારુત્વની પ્રતીતિ તે વિશેષ પ્રકારની ગોઠવણવાળા અવયના સમુદાયથી જ થાય છે, તેમ છતાં અન્વયવ્યતિરેકથી તે અમુક અવયવોથી.