________________
૧૫૨ ] ઇવનિના પદ અને વાકય પ્રકાશ્ય ભેદ [ ધ્વન્યાલક પ્રૌઢક્તિમાત્રસિદ્ધ છે, અને તે વસંત સમયે કામદેવનું જોર ક્રમશ વધતું જાય છે એવું વનિત કરે છે.
અહીં કવિનિબદ્ધપાત્રપ્રોઢક્તિમાત્રસિદ્ધ નામનો ભેદ પદથી અને વાક્યથી પ્રગટ થતો હોય તેવા દાખલા નથી આપ્યા. એનું કારણ કદાચ
એ હોવાનો સંભવ છે કે કારિકામાં માત્ર પ્રૌઢક્તિમાત્રસિદ્ધ અને સ્વતઃસંભવી એવા બે જ ભેદ કહેલા છે. પરંતુ કવિનિબદ્ધ પાત્રપ્રૌઢક્તિમાત્રસિદ્ધ નામને ભેદ પણ હોય છે અને તેનાં ઉદાહરણ નીચે પ્રમાણે આપી શકાય અને ભેચનકારે આપ્યાં છે તે અહીં જોઈ લઈએ. કવિનિબદ્ધપાત્રપ્રૌઢક્તિમાત્રસિદ્ધ પદપ્રકાશ્ય વનિનું ઉદાહરણ –
એ વાત સાચી છે કે કામો કહેતાં કમ્ય પદાર્થો મનરમ હોય છે, એ વાત પણ સાચી છે કે વિભૂતિઓ પણ રમ્ય હોય છે; પરંતુ જીવિત તો મદમસ્ત લલનાના કટાક્ષ જેવું ચંચલ હોય છે.”
અહીં કવિએ એક વિરાગી પાત્ર નિરૂપ્યું છે. તેની આ પ્રૌઢક્તિ છે. એમાં “જીવિત” શબ્દ આવે છે તેનો વ્યંગ્યાર્થ એવો છે કે આ બધા કામ્ય પદાર્થો અને વિભૂતિઓ કહેતાં સંપત્તિ પણ જીવિત હોય ત્યાં સુધી જ કામના છે. જીવન ન હોય તો એનું દેવું ન હોવું સરખું જ છે અને જીવન તે ચંચલ છે, એનો કોઈ ભરોસે નથી, તો પછી એ વિષયનો દેષ કાઢવાને શો અર્થ? દેષ દેવો હોય તે જીવનને જ દેવો જોઈએ. પણ તે તે સ્વભાવથી જ ચંચલ છે એટલે તેને પણ કંઈ વાંક નથી. આમ, જીવન પ્રત્યે ઊંડે વૈરાગ જન્મે છે.
કવિનિબદ્ધપાત્રપ્રૌઢક્તિમાત્રસિદ્ધ વાવપ્રકાશ્ય ધ્વનિનું ઉદાહરણ પહેલાં “ કવણ પર્વત પે જઈ કયાં સુધી” વગેરે લેકનું આપ્યું જ છે. તેમાં પાત્રની પ્રૌઢક્તિને કારણે જ આખા વાક્યમાંથી તેની અધરચુંબનની અભિલાષા ધ્વનિત થાય છે.
પ. હવે સ્વતઃ સંભવી અર્થશક્તિમૂલ ભેદ પદ મારફતે પ્રગટ થતો હોય એવું ઉદાહરણ –
હાથીદાંત અહીં કયાંથી, જ્યાં સુધી ઘરમાં સદા ગાલે ગુફાં ઝુલાવંતી વિલાસે ફરતી વધુ.