________________
ઉધન ૩-૧ ]
ધ્વનિના પદ અને વાકય પ્રકાર છે [ ૧૫૧ એટલે કે અહી સેના રૂપ અથાતર શબશક્તિથી જ પ્રગટ થાય છે.
૩. એ જ વિવક્ષિતાન્યપરવાચ્ય એટલે કે અભિધામૂલને કવિ પ્રૌઢોક્તિમાત્રસિદ્ધ અર્થશક્તિમૂલ ભેદ પદ દ્વારા પ્રગટ થયો હોય એવું ઉદાહરણ પ્રવરસેનકૃત પ્રાકૃતરૂપક “હરિવિજય”માં મળે છે –
મેંઘામૂલા ઉત્સવના પ્રચારને કારણે મનહર સુરાદવાળું, આમ્રમંજરીથી વિભૂષિત વસંતલક્ષમીનું મુખ્ય કામદેવે કોઈએ આપ્યા વગર જ લઈ લીધું.”
આ શ્લોકમાં “મનહર સુરામદ” શબ્દના બે અર્થ થાય છે : h) જેમ મનોહર દેવ એટલે કે કામદેવને આમોદ એટલે કે ચમત્કાર હોય એવું, અને (૨) જે મનહર સુરા કહેતાં મદિરાની વાસથી યુક્ત હોય એવું. એ જ રીતે “મુખ’ શબ્દના પણ બે અર્થ થાય છેઃ ૧. પ્રારંભ અને ૨. મુખ. વસંતના પ્રારંભમાં કામદેવને ચમત્કાર હોય છે અને નાયિકાના મુખમાં મદિરાની સુગંધ હોય છે.
અહીં વાક્યર્થ ફક્ત એટલો જ છે કે વસંતના પ્રારંભમાં ચિત્તમાં કામ જાગ્રત થાય છે. કામદેવે વસંતલક્ષ્મીનું મુખ આપ્યા વગર જ લઈ લીધું, એમ કહેવાથી વસંત અને કામમાં નાયક નાયિકાના વ્યવહારનું આરોપણ થયું છે. અને એથી વૃત્તિમાં કહ્યું છે કે –
અહીં આપ્યા વગર જ” એમ કહેવાને લીધે નાયિકાની નવોઢાવસ્થા સૂચવાય છે અને તેથી કામે બાલાત્કારે ચુંબન કર્યું, એ અર્થ વ્યંજિત થાય છે.
અને એમાં કવિપ્રોઢક્તિ જ કારણભૂત છે.
૪. એ જ વિવક્ષિતા પરવાને કવિ પ્રૌઢક્તિમાત્રસિદ્ધ પ્રકાર જ્યાં વાક્ય દ્વારા પ્રગટ થતો હોય એવું ઉદાહરણ પહેલાં (બીજ ઉદ્યોતમાં) “વસંત માસ બાણ તયાર કરે છે” વગેરે લેકમાં આપેલું છે. એમાં “વસંત માસ બાણ તૈયાર કરે છે, પણ કામદેવને આપતો નથી” એ વાક્યર્થ કવિ