________________
• ઉદ્યોત ૩૧ ]
ધ્વનિના પદ અને વાક્ય પ્રકાશ્ય ભેદ [ ૧૪૯
'
(
અહીં ‘હું' એટલે તાશ હિંતથી એવા હું', ' તને' એટલે તું જે મારી પાસે ઉપદેશ લેવાને યેાગ્ય છે એવા તને', ‘કહું છું ' એટલે કે શિખામણ આપું છું.' અથવા ‘ચેતવું છું', ‘ વિદ્વાના ’એટલે ‘આ બધા કંઈ સામાન્ય વિદ્વાનેા નથી, મેાટા મેાટા ધુર ધરા છે', એવે અથ લેવાના છે. · નિજ તિ' એટલે ‘તારી જે મતિ ચાપલ કરવા ટેવાયેલી છે તે મતિ ’તે ઠેકાણે રાખીને મેસશે. અને આ બધાના વ્યંગ્યા એ છે કે જો તું મારી આ શિખામણ કે ચેતવણી નહિ માને નહિ તે પરિણામ સારું નહિ આવે. આમ, અહીં પ્રત્યેક પદને વાચ્યા વ્યંગ્યગુણવિશિષ્ટ થઈને અર્થાતરમાં સંક્રમિત થાય છે અને તેથી આખા વાકયદ્રારા જુદા જ અ પ્રતીત થાય છે. આમ એ, વાકચપ્રકાશ્ય અર્થાતર સક્રમિતવાચ્ય વ્યંગ્યનું ઉદાહરણુ બને છે.
અવિવક્ષિતવાસ્થ્યના અત્યંતતિરસ્કૃત અને અર્થાતરસંક્રમિત એ બંને પ્રકારના પદપ્રકાશ્ય અને વાકય-પ્રકાશ્ય એમ બમ્બે ભેદ ગણતાં કુલ ચાર ભેદ થાય, તે ચારૂનાં ઉદ્દાહરણુ ઉપર આપ્યાં છે. હવે, વિવક્ષિતવાસ્થ્યના સલક્ષ્યક્રમના ૧૫ પેટાભેદેમાંથી કેટલાકનાં ઉદાહરણ આપે છે.
૧. વિક્ષિતાન્યપરવાચ્ય ( અભિધામૂલ)ના સ ́લક્ષ્યક્રમવ્યંગ્યના શબ્દશક્તિમૂલ નામના ભેદ પદથી પ્રકાશિત થતા હાય એવું ઉદાહરણ
“ જો ધ્રુવે મને યાચકોની વાંછા પૂરી કરવા માટે સમ ન ખનાબ્યા, તે માર્ગમાં સ્વચ્છ પાણીથી ભરેલું તળાવ અથવા જડ કૂવા કેમ ન બનાવ્યા ?”
-
આવતા
યાચકાની ઈચ્છા પૂરી ન કરી શકવાથી ખિન્ન થયેલા માણસની આ ઉક્તિ છે. એને એમ થાય છે કે આના કરતાં તે હું જતા વટેમાર્ગુઓને પાણીથી સ ંતેષનાર તળાવ કે જડ કૂવા થયા હોત તે। સારું. અહીં જડ” શબ્દ શ્રેષયુક્ત છે. ‘ડ ' અને ‘ લ 'ને એટલે ‘ જડ' અને ‘ જલ' અને અક્ એમાંથી
.
અભેદ મનાય છે નીકળે છે. વક્તાએ * જડે' શબ્દ પેાતાના વિશેષણ્ તરીકે વાપર્યાં છે, જેના અથ એવા થાય કે જો મને જડ બનાવ્યેા હાત તે। યાચકાની વેદનાની મને ખબર જ ન પડત અને તેથી મને જે ગ્લાનિ થાય છે તે પણ્ ન થાત. હું સ્વસ્થ રહી શકત. પણ એ વિશેષણુ કૂવાને પણ લાગુ પડી જાય છે