________________
ઉદ્યોત ૩-૧ ] * ધ્વનિના પદ અને વાકય પ્રકાશ્ય ભેદ [ ૧૪૭
આ શ્લેક આ પ્રમાણે છે –
“તે રાવણને જાકારે દીધે તેથી રોષે ભરાઈને તે દૂર રાક્ષસે તો પિતાને છાજે એવું જ કર્યું, (તારું માથું કાપી નાખ્યું), તે પણ તે
એવી રીતે વેઠી લીધું, જેને લીધે કુલીન સ્ત્રીઓ પિતાનું માથું ઊંચું રાખી શકે; પણ જેને પોતાનો જીવ વહાલે છે એવો રામ તારી આપત્તિનો સાક્ષી બન્યા છતાં ધનુષ ધારણ કરી રહ્યો છે એ, હે પ્રિયે, તેણે પ્રેમને ઉચિત કાર્ય ન કર્યું.”
રામને નિરાશ અને યુદ્ધમાં નિરુત્સાહ બનાવી દેવા માટે રાવણે માયાથી સીતાની મૂર્તિ રચી મેઘનાદને હાથે તેનું માથું કપાવી નાખ્યું. સાચી સીતાનું માથું કપાઈ ગયું એમ સમજી રામ તેના વિયોગથી વિલાપ કરતાં આ વચનો બોલે છે. રામ પોતે જ આ બોલતા હોઈ એમાં આવતા “રામ” શબ્દનો અર્થ બાધિત થાય છે. અને પછી લક્ષણથી તેના અર્થનું “પિતાના પ્રેમીનું રક્ષણ કરવાની જેની ફરજ હતી અને જે અત્યંત સાહસિક અને સત્ય પ્રતિત હતા એવા વ્યંગ્યગુણવિશિષ્ટ રામમાં સંક્રમણ થાય છે. અને પછી એમાંથી પોતાનું કર્તવ્ય બજાવી ન શક્યા બદલની રામની આત્મગ્લાનિ વ્યંજિત થાય છે. આમ, એ પદપ્રકાશ્ય અર્થાતરસંક્રમિત વાચધ્વનિનું ઉદાહરણ બને છે. માટે જ વૃત્તિમાં કહ્યું છે કે –
અહીં “રામ” શબ્દના વાચ્યાર્થીનું સંક્રમણ અત્યંત સાહસિક્તા વગેરે વ્યંગ્યાર્થમાં થાય છે અને તેથી તે વ્યંજક છે.
અથવા – તેના કપલને આપે ઉપમા ચંદ્રની વૃથા, ખરું જોતાં, બિચારો એ ચંદ્ર તે ચંદ્ર માત્ર છે.
ચંદ્ર માત્ર છે ” એટલે એ તો ક્ષય પામે છે. કલંકવાળે છે એ વ્યંગ્યાર્થ સમજાય છે. એટલે વૃત્તિમાં કહ્યું છે કે
અહીં બીજે “ચંદ્ર” શબ્દ અર્થાતરસંક્રમિત વાચ્યનું ઉદાહરણ છે.
આમ, અત્યંત તિરસ્કૃતામ્ય અને અર્થાતરસંક્રમિતવાએ વનિ જેમાં પદથી પ્રગટ થતા હોય એવાં ઉદાહરણો આપ્યા પછી હવે જેમાં એ વાકથથી પ્રગટ થતા હોય તેવાં ઉદાહરણ આપે છે.