________________
ઉદ્યોત ૩-૧ ]
દવનિના પદ અને વાકય પ્રકાશ્ય ભેદ [ ૧૫૫. થાય છે એમ માનવામાં આવે છે, તેમ વ્યંજક વને કારણે પદમાંથી પણ વનિ પ્રગટ થઈ શકે છે એમ માનવામાં વિરોધ નથી.
અહીં દલીલ આ પ્રમાણે ચાલે છે? પ્રતિપક્ષી કહે છે કે તમે કાગ્યને વનિ કહ્યો છે, એને અર્થ એ છે કે આખા કાવ્યમાંથી ધ્વનિને બંધ થાય છે. હવે કહે છે કે ધ્વનિ પદમાંથી પણ પ્રગટ થાય છે, પણ શબ્દ તે માત્ર અર્થનું સ્મરણ કરાવે છે, તેને વાચક નથી હોતો, એટલે અર્થને બોધ નથી કરાવતો. આમ એટલા માટે કહ્યું છે કે વૈયાકરણો એમ માને છે કે પદમાં વર્ણ નથી હોતા એટલે કે જ્યારે આપણને પદને બોધ થાય છે ત્યારે તેમાં ભિન્નભિત વર્ગોને અલગ અલગ બોધ નથી હોતો. અને વર્ણોને બોધ માય છે ત્યારે તેમાં અવયવોને અલગ બોધ નથી હોતો. એટલે કે જયારે આપણે “ઓ- વર્ણ સાંભળીએ છીએ ત્યારે તેમાં “અ” અને “ઉ” એ બે અવય રહેલા છે, એવું ભાન નથી હોતું. તે જ રીતે, વાકયમાં પદોને અલગ અલગ અર્થે નથી હોતો. અર્થ આખા વાકય દ્વારા જ સમજાય છે. છૂટક પદે અર્થબોધ કરાવી શકતાં નથી.
એના જવાબમાં સિદ્ધાંતી કહે છે કે તમારી વાત સાચી છે. પદઅવાચક હોય છે, અર્થને બોધ કરાવતાં નથી. પણ વનિને વાચકત્વ સાથે સંબંધ નથી. એને વ્યંજકત્વ સાથે જ સંબંધ છે, એટલે શબ્દ વાચક ન હોય તોયે વ્યંજક તે હોઈ શકે છે. ત્યારે પ્રતિપક્ષો એમ કહી શકે કે મારું કહેવું એવું નથી કે શબ્દ વાચક નથી માટે તે વનિને પ્રગટ ન કરી શકે, પણ મારું કહેવું એમ છે કે ધ્વનિ તો કાવ્યને કહે, છે, અને કાવ્ય તો પૂરો અર્થ દર્શાવે એવા પદસમૂહને જ કહી શકાય. માટે એટલું પદ કંઈ કાવ્ય ન બની શકે, તો પછી એ વનિ તો બને જ શી રીતે ? ત્યારે સિદ્ધાંતી જવાબ આપે છે કે હું પણ તમારી પેઠે એમ જ માનું છું કે પદ એ વનિ નથી. વનિ તો સમુદાયરૂપ જ છે. પણ મારું કહેવું એ છે કે વનિ પદ મારફતે પ્રગટ થઈ શકે છે. ત્યારે પ્રતિપક્ષી પૂછે છે કે જે પદથી વનિ પ્રગટ થતા હોય તો પછી વાક્યમાંનાં બાકીનાં પદો સાથે તેનો શો સંબંધ? તે એક પદને જ કેમ કાવ્ય નથી કહેતા ? આખા વાક્યને જ કેમ કાવ્ય કહે છે ? એના જવાબમાં સિદ્ધાંતી કહે છે કે કાવ્ય તો એક શરીર છે. શબ્દ વગેરે એનાં અંગે છે. શરીરમાં ચાતાની પ્રતીતિ થાય છે તે બધાં અંગોના અમુક વિશેષ