________________
ઉદ્યોત ૩-૪ ]
વર્ણોની રસદ્યોતકતા [ ૧૫૭ અસલશ્યમવ્યંગ્યના ચાર ભેદ
અવિવક્ષિત વાગ્યવનિના બંને પેટા ભેદ–અર્થાતરસંક્રમિતવા અને અત્યંતતિરસ્કૃતવા-તેમ જ વિવક્ષિતાન્યરવાના સંલક્ષ્યક્રમવ્યંગ્યના પેટા ભેદોના વ્યંજકની દષ્ટિએ પદપ્રકાશ્ય અને વાકયપ્રકાશ્ય એવા બબ્બે ભેદે ઉદાહરણ સાથે દર્શાવ્યા પછી એને જે બીજો પ્રકાર અસંલક્ષ્યકમવ્યંગ્ય, તેના ચાર ભેદે હવે બતાવે છે.
જે અસંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિ છે તે વર્ણ, પદ વગેરેમાં, વાક્યમાં, સંઘટનામાં અને પ્રબંધમાં પણ પ્રગટ થાય છે.
આને સમજાવતાં “ચનમાં કહ્યું છે કે અસંલયક્રમવનિને નાનામાં નાને વ્યંજક વર્ણ છે માટે તેને પહેલે ગણાવ્યા છે. વર્ણ સમૂહ મળીને પદ થાય છે અને પદસમૂહ મળીને વાક્ય થાય છે એટલે તેમને તે પછી એ ક્રમે ગણાવ્યો છે. સંઘના પદગત પણ હોય છે ને વાકયગત પણ હોય છે એટલે વાક્ય પછી તેને ગણાવી છે. અને સંઘટનામાં ગૂંથાયેલાં વાક્યોથી પ્રબંધ બને છે એટલે તેને છેલ્લો ગણાવ્યો છે. અને હવે એ જ ક્રમે એ દરેકની સમજૂતી આપે છે. વર્ણોની રસીદ્યોતકતા
વને અર્થ હેતે નથી એટલે તેઓ વનિના દ્યોતક ન બની શકે, એમ કોઈ કહે એમ માનીને કહે છે કે –
શ, ષ, રેફના સંયોગવાળા વર્ગો અને ૮ વધુ પ્રમાણમાં વપરાય તે તે શૃંગાર રસને બાધકોઈ વિરોધી થઈ પડે છે.
અને એ જ વર્ષે બીભત્સ વગેરે રસમાં વપરાય છે તે તેને દીપાવે છે. એટલે વણે પણ રસ વગરના હોતા નથી. એટલે કે વર્ષે પણ રસને વ્યંજિત કરે છે.
આ બે &લોકો વડે વણે પણ વ્યંજક હોઈ શકે છે: એવું અન્વયવ્યતિરેકથી બતાવ્યું છે.