________________
૧૬૪ ] ગુણ અને સંઘટનાને સંબંધ
[ વન્યાલોકઃ ગુણ અને સંઘટનાને સંબંધ
આ સંઘટના રસાદિને વ્યક્ત કરે છે અને ગુણોને આશ્રયે. રહેલી છે એમ કહ્યું, એટલે અહીં ગુણ અને સંઘટનાના સંબંધ વિશે બે વિકલપ સંભવે છે. કાં તે ગુણ અને સંઘટના એક જ વસ્તુ છે અથવા એ બંને જુદી જુદી વસ્તુ છે. એમાંના. બીજા વિકલ્પમાં પણ બે વિકલ્પ રહે છે અને તે આ પ્રમાણે ૧. સંઘટના ગુણેને આશ્રયે રહેલી છે. ૨. ગુણે સંઘટનાને આશ્રયે રહેલા છે.
એટલે ગુણે અને સંધટનાના પરસ્પર સંબંધની બાબતમાં ત્રણ વિક૯પે સંભવે છે:
૧. ગુણો અને સંધટના એક જ હેય. ૨. એ બંને જુદાં હોય અને સંધટના ગુણને આશ્રયે રહેલી હેય ૩. અથવા ગુણો સંધટનાને આશ્ચયે રહેલા હેય.
આમાંને પહેલે વિકલ્પ વામનના મતને મળતો આવે છે. વામને વિશિષ્ટ પદરચનાને રીતિ કહી છે અને એ વિશિષ્ટતા તે ગુણ એમ કહ્યું છે. એનો અર્થ એ થયો કે ગુણવિશિષ્ટ પદરચના તે રીતિ આમ, રીતિ અને ગુણ વચ્ચે ભેદ રહેતું નથી. એ પ્રમાણે કારિકાનો અર્થ કરીએ તો તે એ થાય કે સંધટના માધુર્યાદિ ગુણને આશ્રય લઈને સાદિને વ્યક્ત કરે છે. આમાં ગુણ અને સંધટના એક જ વસ્તુ છે એટલે કે કોને આશ્રયે રહેલું છે, એ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. *
બીજો વિકલ્પ કે ગુણો સંધટનાને આશ્રયે રહેલા છે એ ભદ ઉભટ. મત છે. એમણે ગુણોને સંઘટનાના ધર્મો માન્યા છે એટલે ધર્મો ધમને આશ્રયે રહેલા હોય એ ન્યાયે, ગુણો સંઘટનાને આશ્રયે રહેલા ગણાય. એને અર્થ એ થયો કે સંધટના આધાર છે અને ગુણે આધેય છે. એ પ્રમાણે અર્થ કરીએ તે પોતાના આધેયભૂત ગુણોને આશ્રય એટલે કે મદદ લઈને સં ઘટના રસાદિને વ્યક્ત કરે છે.
- ત્રીજો વિક૯પ કે સંધટના ગુણોને આશ્રયે રહેલી છે એ ગ્રંથકારને મત છે. એ પ્રમાણે અર્થ કરીએ તો એમ થાય કે ગુણેને આશ્રયે રહેલી સંઘરના રસાદિને વ્યક્ત કરે છે. અહીં બીજા વિકપના જેવો આધારા