________________
૧૫૦ ] ધ્વનિના પદ અને વાકય પ્રકાશ્ય ભેદ
[ બન્યાકઅને ત્યારે શબ્દશક્તિથી એટલે કે, અભિધામૂલ વ્યંજનાથી એનો અર્થ
જલભર્યો' એવો થાય છે. હું જે જલભર્યો કુવો હતા તે તરસ્યાની તરસ મટાડી શકત, પોપકાર કરી શકત, એ અર્થ પ્રતીત થાય છે. આથી વૃત્તિમાં કહ્યું છે કે –
અહીં ખિન્ન વક્તાએ “જડ” શબ્દને ઉપગ પોતાના સમાનાધિકરણરૂપે એટલે કે પિતાના વિશેષણરૂપે કરે છે, પણ એ શબ્દ સંલક્ષ્યક્રમરૂપે પિતાની શક્તિથી એટલે કે
અભિધામૂલ વ્યંજનાથી કૂવાના સમાનાધિકરણરૂપે એટલે કે વિશેષણરૂપે પ્રતીત થાય છે.
૨. એ જ વિવણિતા પરવામ્યના સંલક્ષ્યક્રમવ્યંગ્યને. શબ્દશક્તિમૂલ નામનો ભેદ વાક્યથી પ્રકાશિત થતું હોય એવું ઉદાહરણ હર્ષચરિત'માં સિંહનાદના વાક્યમાં જોવા મળે છે –
“આ મહાપ્રલય થઈ ગયા પછી પૃથ્વીને ધારણ કરવા. માટે હવે તમે જ શેષ છે.”
અહીં પ્રસંગ એ છે કે હર્ષના પિતા પ્રભાકરવર્ધનનું મૃત્યુ થયું છે અને મોટાભાઈ રાજયવર્ધનનું ખૂન થયું છે, એવે સમયે હર્ષને સેનાપતિ સિંહનાદ હર્ષને આ શબ્દો કહે છે. એટલે અહીં પ્રકરણને લીધે અભિધા એવા અર્થમાં નિયંત્રિત થાય છે કે તમારા પિતા અને મોટાભાઈના મૃત્યુ-- રૂપ મહાપ્રલય પછી પૃથ્વી કહેતાં રાજ્યની ધુરા ધારણ કરવા તમે જ હવે શેષ એટલે કે બાકી રહ્યા છે. પણ એ અર્થ સમજાયા પછી મહાપ્રલય અને “શેષ' શબ્દને જેરે બીજો અર્થ એવો સમજાય છે કે મહાપ્રલય પછી પૃથ્વીને ધારણ કરનાર શેષ એટલે કે શેષનાગ તમે જ છે. અને પછી એ બે અર્થો વચ્ચે ઉપમાનોપમેયભાવ પણ સમજાય છે. એટલે કે જેમ મહાપ્રલય પછી શેષનાગે પૃથ્વીને ધારણ કરી હતી તેમ તમારા પિતાના અને મોટા ભાઈના મૃત્યુ પછી પૃથ્વીને ભાર ઉપાડવા તમે જ રહ્યા છો, એટલે કે તમે શેષનાગના જેવી પૃથ્વીને ધારણ કરવાની શક્તિ ધરાવો છો. આથી વૃત્તિમાં લખ્યું છે કે –
આ વાકય સંલક્ષ્યક્રમવ્યંગ્ય અર્થાતરને પોતાની શક્તિથી સ્પષ્ટ રીતે પ્રગટ કરે છે.