________________
૧૪૬ ] ધ્વનિના પદ અને વાક્ય પ્રકાશ્ય લેદ
[ ધ્વન્યાસ આ શ્લેકમાં “સન્મ' શબ્દ છે, તેને અર્થ “બખતર વગેરેથી સજજ થયેલ” એવો થાય છે. એ અર્થ મધ સાથે બંધબેસત થતો નથી એટલે લક્ષણાથી અહીં “તૈયાર થયેલો” એ અર્થ સમજાય છે. અને તેના પ્રયોજનરૂપે એવો વ્યંગ્યાર્થ સમજાય છે કે “તું વિયેગિનીઓ ઉપર પ્રહાર કરવા તૈયાર થયે છે એટલે તારામાં દયા તો છે જ નહિ, વળી સામાન્ય માણસમાં એટલી શક્તિ પણ નથી હોતી કે તારો પ્રતિકાર કરી શકે, અને તું કંઈ આ જોઈ વિચારીને પણ કરતો નથી. આમ, અહીં પણ મુખાર્થને બિલકુલ ત્યાગ કરવો પડે છે, અને જે વ્યંમાથે સમજાય છે તે પદ મારફતે સમજાય છે.
અથવા શાકુંતલમાંની આ પંક્તિ –
किमिव हि मधुगणां मंटनं नाकृतीनाम् ।' આ શ્લેક આ પ્રમાણે છે –
કમળ શેવાળથી વીંટાયેલું હોય તોયે રમણીય લાગે છે, ચંદ્રનું કાળું કલંક પણ શોભાયમાન લાગે છે, આ નાજુક અંગવાળી (શકુંતલા) એ વલ્કલ પહેર્યું હોવા છતાં એ વધુ મનહર લાગે છે; સાચે જ મધુર આકૃતિવાળાંને કઈ વસ્તુ આભૂષણરૂપ નથી બની જતી ?”
અહીં આકૃતિને “મધુર” વિશેષણ લગાડયું છે. મધુર તો રસ કહેતા સ્વાદવાચક શબ્દ છે. એ આકૃતિ સાથે બંધબેસતો થતો નથી. એટલે લક્ષણાથી સૌનું અનરંજન કરનાર, સૌને તૃપ્તિ આપનાર એ અર્થ સમજાય છે, અને એના પ્રયોજનરૂપે વ્યંજનાથી એવો અર્થ સમજાય છે કે શકુંતલાનું સૌદર્ય અતિશય અભિલાષને વિષય બને તો એમાં નવાઈ પામવા જેવું કશું નથી. અહીં પણ વ્યંગ્યાર્થ “મધુર' પદમાંથી પ્રાપ્ત થાય છે એટલે એ પદપ્રકા અત્યંતતિરક્તવાનિનું ઉદાહરણ બને છે.
આથી જ વૃત્તિમાં કહ્યું છે કે –'
આ ઉદાહરણમાં “સમિધ, “સન્નદ્ધ” અને “મધુરાણામ' પદે વ્યંજક રૂપે વપરાયાં છે.
૨. એ જ અવિવાહિતવણ્ય ધ્વનિના અથાતરસંક્રમિત વાગ્ય નામના ભેદનું ઉદાહરણ
‘रामेण प्रियजीवितेन तु कृतं प्रेम्णः प्रिये नोचितम् ।'