________________
ઉદ્યોત ૨-૨૪ ]
અશક્તિમૂલ ધ્વનિના ભેદો [ ૧૧૯
બીજા શબ્દો વાપરીએ તેાયે વ્યંગ્યામાં બાધા ન આવે. જ્યાં શબ્દ બદલી ન શકાય ત્યાં શબ્દશક્તિમૂલ વ્યંગ્ય અને જ્યાં શબ્દ બદલી શકાય ત્યાં અર્થ શક્તિમૂલ વ્યંગ્ય ગણાય. અહીં એ બને છે માટે ઉભયશક્તિમૂલ વ્યંગ્યનું એ ઉદાહરણ થયું. એ શ્લાકમાં પણ ‘ સરેશમ્ ' શબ્દ વાપરીને કવિએ વ્યંગ્યા શબ્દથી પ્રગટ કરી દીધા છે, એ પહેલાં બતાવ્યું જ છે. અશક્તિમૂલ ધ્વનિના ક્ષે
,
સલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિના શબ્દશક્તિમૂલ, અશક્તિમૂલ અને ઉભયશક્તિમૂલ એવા ત્રણ પ્રકાર દર્શાવવામાં આવ્યા અને તેમાંના શબ્દશક્તિમૂળનું વિગતે વિવેચન કર્યું. અશક્તિમૂલનું સામાન્ય સ્વરૂપ સમજાવ્યા પછી હવે તેના પણ બે પ્રકાર બતાવે છેઃ પ્રૌઢક્તિમાત્રસિદ્ધ અને સ્વતઃસભવી.
૨૪
બીજા અા વ્યંજક અથ પણ એ પ્રકારના લણવા ૧. પ્રૌઢાક્તિમાત્રનિષ્પન્ન શરીર ૨. સ્વતઃસભવી.
અને
અને વૃત્તિમાં સમજાવે છે કે—
અથશક્તિમૂલ સંલક્ષ્યક્રમવ્યંગ્ય વૃનિમાં જે ય્જક અથ કહ્યો છે તેના પણ એ ભેદ છે: એક તા કવિની અથવા કવિનિબદ્ધ વક્તાની પ્રૌઢાક્તિમાત્રથી જેનું શરીર રચાયું છે એવા, અને બીજો સ્વતઃસ’ભવી.
કારિકામાં વ્યંજક અČના એ ભેદ ગણાવ્યા છેઃ ૧. પ્રૌઢક્તિમાત્રસિદ્ધ અને ૨. સ્વતઃસભવી. વૃત્તિમાં પહેલા પ્રકારના પણ એ પેટા ભેદ પાડવા છે ઃ ૧. કવિપ્રૌઢાક્તિમાત્રસિદ્ધ અને ૨. કવિનિબદ્ધપાત્રપ્રૌઢાક્તિમાત્રસિદ્ધ. એ બમાં પ્રૌઢક્તિ સાધારણ છે એટલે કદાચ એ ખેતે એક ગણ્યા હશે. પણ લેાચનકાર સ્પષ્ટ ત્રણ પ્રકાર માને છે: ૧. કવિપ્રોઢોક્તિમાત્રસિદ્ધ, ૨. કવિનિબદ્ધપાત્રપ્રૌઢક્તિમાત્રસિદ્ધ, અને ૩. સ્વતઃસંભવી. આન ધ્રુવને આ ત્રણેનાં ઉદાહરણ આપેલાં છે. કવિપ્રૌઢાક્તિમાત્રનિષ્પન્નશરીરનુ ઉદાહરણ—
“ વસંત માસ યુવતીઓને નિશાન બનાવનાર, અણીવાળાં, નવપલ્લવાનાં પીંછાંવાળાં, આંખાની નવી મંજરીનાં કામદેવનાં માથેા તૈયાર કરે છે, પણ હજી આપતા નથી.”