________________
૧૨૮ ] વ્યતિરેકાલ કારધ્વનિ
[ ધ્વન્યાલાક
પ્રતીતિ થાય છે અને તે વાચ્યવિશેષનું સમર્થન કરે છે, એથી અહી વ્યંગ્ય અલંકાર અર્થાતરન્યાસ થાય છે. એ જ ચમત્કારક છે. એ જ વાત વૃત્તિમાં કહી છે કે –
અહીં વાચ્યવિશેષ દ્વારા, ખહુન માણુસ અપરાધી હોય. તાયે તેના ઉપર કાપ થઈ શકતા નથી, એવા વાચ્ય સાથે. સમૃદ્ધ, પણ વાચ્યથી જુદે। સામાન્ય અર્થ, પ્રધાનપણે વ્યંજનાથી પ્રગટ થાય છે. અને તે વાચ્ય વિશેષનું સમર્થન કરે છે.
વ્યતિરેકવનિ પણ એ પ્રકારના સ'ભવે છે : શબ્દશક્તિમૂલ અને અશક્તિમૂલ. એમાંથી પહેલાનું ઉદાહરણ પહેલાં આપી ચૂકયા છીએ. (રૢ ચેડબ્લ્યુ ઢ૦) બીજાનું ઉદાહરણ –
“ હું ભલે વન પ્રદેશમાં ખરી ગયેલાં પાંદડાંવાળુ કૂબડુ ઝડ થઈને જન્મ્યું, પણ મનુષ્યલેાકમાં એકમાત્ર દાનમાં જ આનંદ લેનાર દરિદ્ર થઈને તેા નહિ જ જન્મે.”
મામાં દાનમાં જ એકમાત્ર રસ લેનાર દરિદ્ર માણસના જન્મને વખાડી કાઢયો છે અને ખરી ગયેલાં પાંદડાંવાળા કૂબડા ઝાડના જન્મને વખાણ્યા છે, એ તે સાક્ષાત્ શબ્દવાચ્યું અથ છે. એવા ઝાડ કરતાં પણ એવા પુરુષ વધુ શેાચનીય છે, એવું ઉપમાનાપમૈયભાવની પ્રતીતિપૂર્વક અહીં વ્યંજનાથી સમજાય છે.
લેચનકારે સમજાવ્યું છે તેમ, અહીં એકમાત્ર દાનમાં આનંદ લેનારની નિંદા અને પાંદડાં ખરી પડયાં છે એવા ફૂંબડા ઝાડની પ્રશંસા તે। વાચ્ય જ છે. તેમ અહીં કાઈ વાચ્યાલ કાર પણ નથી. એટલે અહીં વસ્તુમાંથી પહેલાં તેા એવા માણસ એવા ઝાડ જેવા છે એવી ઉપમા વ્યક્ત થાય છે. ત્યાર પછી વ્યંજના દ્વારા એવું પ્રગટ થાય છે કે કૂબડા ઝાડ કરતાં પણ દાનમાં જ રાચનાર દરિદ્ર માણસ વધારે ાચનીય છે. આમ, અનુ પવસાન વ્યતિરેકાલ કારમાં થાય છે. માટે આ વ્યતિરેકાલ કાર્ધ્વનિનું ઉદાહરણ છે. ઉત્પ્રેક્ષાધ્વનિનું ઉદાહરણ -
-
“ ચંદનનાં વૃક્ષને ચાંટેલા સર્વાંના નિઃશ્વાસથી મૂતિ થયેલા મલયપન વસંતમાં વટેમાર્ગુઓને મૂર્છા પમાડે છે.”