________________
ઉદ્યોત ર-ર૭]
ઉન્મેલાનિ [ ૧૨૯ આ શ્લોકમાં વસંત ઋતુમાં મલય પવન વટેમાર્ગુઓને મૂછ પમાડે છે તે તેમનામાં કામવાસના જગાડીને જ પમાડે છે. અને તે પોતે ચંદન વૃક્ષને ચૂંટેલા સર્પોના વિષથી મૂર્શિત થયેલે છે એવી ઉપ્રેક્ષા કરેલી છે. આમ, અહીં સાક્ષાત્ શબ્દથી ન કહેલી છતાં ઉપ્રેક્ષા જ વાકષાર્થના જોરે સંલજ્યમવ્યંગ્યરૂપે પ્રતીત થાય છે. અહીં એમ કહી શકાય એમ નથી કે આવા દાખલામાં “ઈવ” વગેરે શબ્દોને પ્રયોગ થયેલ ન હેવાથી વાક્યમાં અસંબદ્ધતા જ રહે છે. કારણ, બીજા દાખલાએમાં પણ એવા શબ્દો વપરાયેલા ન હોવા છતાં ઉક્ષાને અર્થ વ્યંજનાથી સમજાતો હોય છે, એવું જોવામાં આવે છે. જેમ કે –
આજે આ પૂર્ણિમાને ચંદ્ર તારા ઈષ્યકલુષિત સુખની પણ સમાનતા પામીને પિતાના અંગમાં સમાતું નથી.”
માંડ એક દિવસ તારા પ્રસન્ન નહિ તોય ઈર્ષ્યાકલુષિત મુખની પણ સમાનતા પોતે પામી શકયો એના આનંદમાં આ પૂર્ણિમાને ચંદ્ર પોતાના અંગામાં સમાતો નથી, ચારે દિશામાં ફેલાઈ ગયો છે, એવી ઉલ્ટેક્ષા અહીં ઇવ” વગેરે શબ્દો વગર પણ સમજાય છે.
એવું જ બીજું ઉદાહરણ –
“ભયથી ગભરાયેલો મૃગ, આસપાસનાં ઘરે આગળ થઈને દેડતે હતું ત્યારે કોઈ ધનુર્ધારી તેની પાછળ પડ્યો ન હતે, તેમ છતાં સ્ત્રીઓ વડે કાન સુધી ખેંચીને મરાયેલાં નેવબાણોથી જેની આંખની કાંતિ હણાઈ ગઈ છે એ તે (મૃગ) ક્યાંય જો નહિ.”
અહીં પણ “ઇવ' જેવો કોઈ શબ્દ ન વપરાયો હેવા છતાં સ્ત્રીઓનાં નેત્ર બાણથી પરાજિત નેત્રવાળે મૃગ દેડતો જ રહો એવી ઉમેક્ષા સમજાય છે.
આ ચર્ચા સમારે૫ કરતાં વૃત્તિમાં કહ્યું છે કેરસ, ૯