________________
ઉદ્યોત ૨-૨૭ ]
દીપક અને અપ્રસ્તુતપ્રશંસાધવનિ [ ૧૩૧ અહીં પહેલા વાક્યમાંના ક્રમાનુસાર “અંકુરિત” વગેરે શબ્દ મદનના વિશેષણરૂપે ફરીથી કહેવાથી જે સંલક્ષ્યક્રમવ્યંગ્ય ચારુત્વ પ્રતીત થાય છે, તે કામદેવ અને આમ્રવૃક્ષની તુલ્યોગિતા અથવા સમુચ્ચયરૂપ વાય ચારુત્વથી ચડિયાતું છે.
આ રીતે બીજા પણ અલંકારો યથાયોગ્ય રીતે સમજી લેવા.
અહીં લેચનકાર બીજા ચાર અલંકારોનાં દૃષ્ટાંત આપે છે તે પણ આપણે જોઈ લઈએ.
દીપકવનિનું ઉદાહરણ : - “હે વૃક્ષ, તારુ લતાની સાથે કલ્યાણ હે તને ન અગ્નિ કે ન વાયુ, ન મદમસ્ત હાથી કે ન કુહાડે, અથવા ઇન્દ્રના હાથમાંથી છૂટેલું વજ પણ-(બાધારૂપ થઈ પડો).
અહીં “બાધારૂપ થઈ પડે એ શબ્દોને વ્યંજનાથી ઉમેરી લઈએ છીએ એટલે અગ્નિ, વાયુ વગેરે પાંચ વસ્તુઓ, એ એક ક્રિયા સાથે અન્વિત થઈ જાય છે અને પછી, એમાંથી કશું તને બાધારૂપ ન થઈ પડે, એ અર્થ પ્રાપ્ત થતાં તેમાંથી કવિનો એ વૃક્ષ પ્રત્યેનો સ્નેહાતિશય પ્રતીત થાય છે. આમ, અહીં એકાન્વયરૂપ દીપકથી જ ચાતા સધાય છે માટે અહીં દીપક ધ્વનિ અલંકાર છે. અહીં વાચ્યાર્થ તો દરેક વસ્તુ સાથે જુદું જુદુ ક્રિયાપદ જોડીને પણ પૂરો થઈ શકત, જેમ કે તને અગ્નિ બાળે નહિ, વાયુ ઉખાડી ન નાખો, હાથી ભાંગી ન નાખે, વગેરે. પણ તેમ કરવાથી દીપકને લીધે સધાતી ચારતા સધાત નહિ.
અપ્રસ્તુતપ્રશંસાધ્વનિનું ઉદાહરણઃ
“કાંટાભર્યા કેતકીનાં વનમાં ભમતાં ભમતાં તું આમ જ મરી જઈશ, હે ભ્રમર, તું ગમે એટલું ભમીશ પણ માલતી ફૂલ જેવું નહિ મળે.
પ્રિયતમની સાથે બગીચામાં ફરતી કોઈ નાયિકા બ્રમરને આ પ્રમાણે કહે છે. એટલે અહીં ભ્રમરવિષયક વાચ્યાર્થ જ પ્રસ્તુત છે. આમ અહીં કઈ એવો પ્રશ્ન કરે કે ભ્રમર કંઈ કેઈની વાત સમજી શકતો નથી કે કોઈની સાથે વાત કરી શકતો નથી, એટલે ભ્રમરને સંબંધીને આ બોલાયું છે એમ માની ન શકાય. અને માટે જ એ કોઈ બીજાને ઉદ્દેશીને બોલાયું છે એમ સમજાય છે. તો પછી અહીં અપ્રસ્તુતપ્રશંસા વાચ્ય નથી એમ કેમ કહે