________________
ઉદ્યોત ૩–૧ ]
દવનિના પદ અને વાકય પ્રકાશ્ય ભેદ [ ૧૪૩ ત્યાં એ ભેદો આ સ્માણે પાડ્યા હતા. શરૂઆતમાં વનિના બે મુખ્ય ભેદ પાડ્યા હતા ઃ ૧. અવિવક્ષિતવા અથવા લક્ષણામૂલ, અને ૨. વિવક્ષિતા પરવાય એટલે અભિધામૂલ – એમાંથી અવિવક્ષિતવાના પાછા બે ભેદ પાડ્યા હતા : ૧. અર્થાતરસંક્રમિત વાચ્ય અને ૨. અત્યંત તિરસ્કૃતવાચ્યું. એ પછી વિવક્ષિતાન્યરવાયના પણ બે ભેદ પાડયા હતા. ૧. સંલક્ષ્યક્રમવ્યંગ્ય અને ૨. અસંલક્ષ્યક્રમવ્યંગ્ય. એમાંથી સંલક્ષ્યક્રમવ્યંગ્યના ત્રણ પ્રકાર પાડ્યા હતા : ૧. શબ્દશક્તિમૂલ, ૨. અર્થ શક્તિમૂલ અને ૩. ઉભયશક્તિમૂલ. એમાંથી શબ્દશક્તિમૂલના બે પ્રકાર, અર્થ શક્તિમૂલના બાર પ્રકાર અને ઉભયશક્તિમૂલનો એક પ્રકાર માનેલો છે એટલે સંલક્ષ્યક્રમના કુલ પંદર પ્રકાર થયા. એમાં અવિવક્ષિતવાચના બે પ્રકાર અને વિવક્ષિતા પરવાને અસંલક્ષ્યક્રમ નામનો એક પ્રકાર ઉમેરીએ એટલે કુલ ૧૫ + ૩ = ૧૮ ભેદ થાય. એમાંથી ઉભયશક્તિમૂલને બાદ કરતાં બાકીના ૧૭ ભેદે પદથી તેમ જ વાક્યથી પણ પ્રગટ થઈ શકે છે એટલે એમના ૧૭૪ ૨ = ૩૪ ભેદો થાય. હવે પછી કહેવામાં આવશે કે અર્થશક્તિમૂલના બાર ભેદો પ્રબંધમાંથી પણ પ્રગટ થાય છે એટલે એ બાર ભેદ ઉમેરતાં ૩૪ + ૧૨ = ૪૬ ભેદો થાય. એમાં ઉભયશક્તિ તો કેવળ વાક્યપ્રકાશ્ય જ હોઈ તેને એક પ્રકાર ઉમેરીએ એટલે ૪૬ + ૧ = ૪૭ ભેદો થાય. ઉપરાંત, અસંલક્ષ્યક્રમના પદ વાક્ય ઉપરાંતના, પ્રબંધ, પદાંશ, વર્ણ અને રચનાગત ચાર પ્રકારો ઉમેરતાં ૪૭ + ૪ = કુલ ૫૧ શુદ્ધ ભેદ થાય.
આની તારીજ આ પ્રમાણે આપી શકાય? અવિવક્ષિતવાચ્યનિ અર્થાતર સંક્રમિત છે પદપ્રકાશ્ય, અત્યંત તિરસ્કૃત
વાકયપ્રકાશ્ય = ૪ વિવક્ષિતા પરવા દેવનિ અસંલક્ષ્યક્રમ (રસાદિ) ૫દ, વાક્ય, પ્રબંધ, પદાંશ,
૨ચના પ્રકાશ્ય સંલજ્યમવ્યંગ્યા શબ્દશક્તિમૂલ અલંકારવનિ ો પદ અને
વસ્તુવનિ ઈ વાકયપ્રકાશ્ય અર્યશક્તિમૂલ ૧૨ ૪ પદ, વાક્ય, પ્રબંધ ઉભયશક્તિ મૂલ