________________
ઉદ્યોત ૨-૩૩ ]
વનિ અને ગુણીભૂતવ્યંગ્યને ભેદ [ ૧૪૧ અહીં પ્રેમને પૃવત્ત “ કાંપતો' કહ્યો છે એ લાક્ષણિક પ્રયોગ છે, પણ એ અનુપ્રાસ માટે જ કર્યો છે, બીજું કઈ પ્રયોજન નથી. એવું જ ‘ચિત્તાકાશ' શબ્દનું પણ છે. એટલે અહીં કેઈ ચારુતા પ્રગટતી ન હોઈ એ વનિનું ઉદાહરણ નથી.
અશક્તિ એટલે છંદને પૂરે કરવાની અર્થાત છંદમાં જેટલા અક્ષરો જોઈએ તેટલા પૂરા પાડવાની અશકિત. અશક્તિને કારણે કરેલા લાક્ષણિક શબ્દના પ્રયાગનું ઉદાહરણ –
હે વિષમબાણના કુટુંબીઓના સમૂહમાં શ્રેષ્ઠ, જેનું ભાજન (મધ્યભાગ) ચંચલ તરંગોથી ખળભળેલું છે એવા સમુદ્રમાં પડીને તે પોતાના કુડથમય (= પાષાણમય = સ્થિર) આત્મામાં ચંચળતા પેદા કરી.”
અહીં ચંદ્ર માટે વિષમબાણના કુટુંબીઓના સમૂહમાં શ્રેષ્ઠ પદ વાપર્યું છે તે કેવળ પાદપૂર્તિ માટે જ વાપર્યું છે. એથી કોઈ વિશેષ : ચાતા સધાતી નથી. માટે એ ધ્વનિનું ઉદાહરણ નથી. કારણ –
૩૩ વિનિના બધા જ પ્રકારના ભેદપભેદમાં વ્યંગ્ય અર્થ સ્કુટપણે અને પ્રધાનરૂપે વ્યક્ત થાય એ જ ઇવનિનું પૂરેપૂરું લક્ષણ છે.
આનાં ઉદાહરણ અપાઈ ચૂકયાં છે. શ્રી રાજાનક આનંદવર્ધનાચાર્ય વિરચિત વન્યાલોકને.
બીજે ઉદ્યોત પૂરે થયે.