________________
૧૪૦ ] વનિ અને ગુણીભૂતવ્યંગ્યને ભેદ
[ વન્યાલોક જ અંગ બની જાય છે, એટલે આને સમાવેશ સંલક્ષ્યક્રમવ્યંગ્ય વનમાં થાય છે.
આને અર્થ એ છે કે પહેલાં વ્યંગ્યાર્થથી આપણને પ્રકરણાદિનું જ્ઞાન થાય છે અને તેને જોરે વાચ્યાર્થ પૂરેપૂરે સમજાય છે. એટલે પહેલે વ્યંગ્યાર્થ વાયાર્થનું અંગ બને છે. પણ એ વાચાર્થ સમજાયા પછી બીજે વ્યંગ્યાર્થ એ સમજાય છે કે આ તો પેલીના દુરાચારને ઢાંકવા માટે કહ્યું છે. અને એ વ્યંગ્યાર્થનું પેલે વાગ્યાર્થ અંગ બની જાય છે, એટલે કહ્યું છે કે આનો સમાવેશ સંલક્ષ્યક્રમ વ્યંગ્ય વનિમાં થાય છે.
આવી રીતે વિવક્ષિતવાચ એટલે કે અભિધામૂલ ધ્વનિને અને તેના આભાસનો ભેદ સ્પષ્ટ કરી સાથેસાથે અવિવક્ષિત એટલે કે લક્ષણામૂલ ધવનિના આભાસને પણ ધ્વનિ સાથે ભેદ સ્પષ્ટ કરવાને કહે છે–
૩ર અવ્યુત્પત્તિને કે અશક્તિને કારણે બાધિત અર્થવાળા શબ્દને ઉપગ થયે હેય તો તેને વિદ્વાનોએ આ વનિનો વિષય માનવ નહિ. વૃત્તિમાં સ્પષ્ટ કર્યું છે કે –
બાધિત અર્થવાળા (અલગતિ) શબ્દ એટલે લક્ષણાથી વપરાયેલા શબ્દ. એ વ્યુત્પત્તિ કે શક્તિને અભાવે વપરાયા હોય ત્યાં તે ધ્વનિને વિષય બનતા નથી.
લોચનકારે આ બંનેનાં ઉદાહરણ આપ્યાં છે. અવ્યુત્પત્તિને કારણે એટલે કે અનુપ્રાસાદિ સાધવા માટે જ્યાં લાક્ષણિક સબ્દ વાપર્યા હેય એવું ઉદાહરણ –
प्रेमप्रेमप्रवन्धप्रचुरपरिचये प्रौढ सीमन्तिीनाम् ।
चित्ताकासावकाशे विहरति सत यः स सौभाग्यभूमिः॥ [[પ્રૌઢ સીમંતિનીઓના ચલાયમાન પ્રેમપ્રબંધના પ્રચુર પરિચયવાળા ચિત્તાકારના અવકાશમાં જે નિરંતર વિહાર કરે છે તે સૌભાગ્યશાળી છે.]