________________
૧૩૮ ] ધ્વનિ અને ગુણીભૂતવ્યંગ્યને ભેદ
[ વન્યાલોક આવી જાતનાં ઉદાહરણેમાં બીજે પણ જ્યાં જ્યાં વ્યંગ્યાર્થ કરતાં વાચ્યાર્થ ચારુત્વના ઉત્કર્ષની પ્રતીતિને કારણે પ્રધાન લાગતો હોય ત્યાં વ્યંગ્યાથે અંગરૂપે, ગૌણરૂપે જ પ્રતીત થાય છે અને તે વનિને વિષય બનતો નથી. જેમ કે -
વેતસકુંજમાંથી ઊડતાં પંખીઓને કોલાહલ સાંભળીને ઘરકામમાં રોકાયેલી વધૂનાં ગાત્રો ઢીલાં થઈ ગયાં.”
અહીં પણ, પિતે સંકેત કર્યા છતાં તે પાળી ન શકી એનું ભાન થતાં વધૂનાં અંગે ઢીલાં પડી જાય છે, એ વ્યંગ્યાર્થ કરતાં વાચ્યાર્થ જ વધુ રમણીય છે, માટે એ વનિનો વિષય ન બની શકે. એથી જ વૃત્તિમાં કહ્યું છે કે –
આવાં ઉદાહરણે મોટે ભાગે ગુણીભૂતવ્યંગ્યના દાખલા તરીકે રજૂ કરવામાં આવશે.
પણ જ્યાં પ્રકરણાદિના જ્ઞાનથી નક્કી થયેલે વિશેષ વાગ્યાથે પાછા વ્યંગ્યાર્થના અંગરૂપે જ ભાસતો હોય તો ત્યાં આ સંલક્ષ્યક્રમવ્યંગ્ય વનિ છે એમ કહેવાય. જેમ કે –
ખરેલાં ફૂલ વીણ લે, પારિજાત હલાવ મા; શ્વશુરે સાંભળે શબ્દ બલૈયાંને, થયું ભૂંડું.
અહીં કોઈ વાર સાથે રમણ કરતી સખીને બહારથી. મલયાંને અવાજ સાંભળી જનાર સખી ચેતવે છે. વાચ્યાર્થીની પ્રતીતિ માટે આની અપેક્ષા રહે છે, અર્થાત એ વગર વાચ્યાર્થ પૂરે સમજાતું નથી.
આ ભાગ સમજાવતાં બેચનકાર કહે છે કે કોઈ નાયિકા પારિજાતની કુંજમાં જાર સાથે રમણ કરે છે, તેનાં બલૈયાંને અવાજ બહાર સંભળાય છે અને તે સાંભળીને એ નાયિકાની સખી તેને ચેતવવા આ વચને કહે છે. ઉપર ઉપરથી જોતાં તો એનો અર્થ એવો લાગે છે કે તારા સસરા પારિજાતને જતન કરીને જાળવે છે અને કોઈ તેને હલાવે છે તો ગુસ્સે થાય છે. માટે હલાવવાનું રહેવા દે અને પડેલાં ફૂલ જ વણી લે. નહિ,