________________
૧૩૬ ] અલંકાર ધ્વનિની પ્રજાવત્તા
[ ધ્વન્યાલોક અને વૃત્તિમાં સમજાવે છે કે
કારણ કે એવા પ્રકારના વ્યંગ્ય અલંકારની પ્રતીતિ કરાવવા માટે જ કાવ્ય પ્રવૃત્ત થયું છે. તેમ જે ન હોય એટલે કે વ્યંગ્યાલંકાર જે પ્રધાન ન હોય તે તે સાદું વાક્ય જ બની જાય.
તે જ અલંકારો –
જે બીજા અલંકરોથી વ્યંજિત થતા હોય છે તે વળી, તેઓ વિનિનું અંગ બની જાય છે – જે ચારુત્વના ઉત્કર્ષને લીધે ત્યાં વ્યંગ્યનું પ્રાધાન્ય પ્રતીત થતું હોય તે.
અમે પહેલાં કહી જ ગયા છીએ કે વાચ્ય પ્રધાન છે કે વ્યંગ્ય પ્રધાન છે, એને નિર્ણય ચારુત્વના ઉત્કર્ષને આધારે કરવાનું છે. વસ્તુમાત્રથી વ્યંજિત થતા અલંકારોનાં ઉદાહરણ પણ પહેલાં આપેલાં ઉદાહરણોમાંથી સમજી લેવાં. આવી રીતે વસ્તુમાત્રથી અથવા અલંકારવિશેષરૂપ અર્થથી બીજુ વસ્તુમાત્ર કે અલંકાર પ્રતીત થતાં હોય ત્યારે, ચારુત્વના ઉત્કર્ષને કારણે એ વ્યંજિત થતાં વસ્તુ કે અલંકાર પ્રધાનતા પ્રાપ્ત કરતાં હોય તે ત્યાં અર્થ શક્તિમૂલ સંલક્ષ્યક્રમવ્યંગ્ય વનિ છે એમ સમજવું.
આને અર્થ એ થયો કે વસ્તુ તેમ જ અલંકાર બંને કઈ વાર વ્યંજક તો કોઈ વાર વ્યંગ્ય બની શકે છે, એટલે કે વસ્તુમાંથી કોઈ વાર વસ્તુ તો કોઈ વાર અલંકાર અને એ જ રીતે અલંકારમાંથી પણ કોઈ વાર વસ્તુ અને કોઈ વાર અલંકાર વ્યંજિત થાય છે. પહેલાં અર્થશક્તિમૂલધ્વનિના કવિપ્રૌઢક્તિમાત્રસિદ્ધ, કવિનિર્મિત પાત્રપ્રૌઢક્તિ માત્રસિદ્ધ અને સ્વતઃસંભવી એમ ત્રણ ભેદ પાડ્યા હતા. તેને આ ચારે ગુણતાં અર્થશક્તિમૂલ વનિના કુલ બાર ભેદ થયા. એ ઉપરાંત, શબ્દશક્તિમૂલ અવનિના વસ્તુ અને અલંકારરૂપ બે ભેદ ઉમેરતાં કુલ ચૌદ ભેદો થયા. એમાં ઉભયશક્તિમૂલનો એક અને અસંલક્ષ્યક્રમ ધ્વનિને એક પ્રકાર ઉમેરતાં કુલ ૧૬ ભેદો