________________
ઉદ્યોત -ર૮ ર૯, ]
અલંકાર ધ્વનિની પ્રજનવરા [ ૧૩૫
જે અલંકારે વાયાવસ્થામાં કાવ્યનું અંગ બની શકતા નથી, તે જ અલંકારે ધ્વનિરૂપ બનતાં પરમ ચારુતાને પ્રાપ્ત કરે છે.
આને લોચનકાર બે રીતે સમજાવે છે: ૧. કાવ્યનો જે વર્ણનીય વિષય છે તે તેનું શરીર છે. જેમ કટકકુંડળ શરીરથી ભિન્ન છે, તેમ અલંકારે પણ કાવ્યના શરીરરૂ૫ વર્ણનીય વિષયથી ભિન્ન છે; પણ તે અલંકારોને પણ સારા કવિઓ પોતાની પ્રતિભાને બળે અપૃથગ્યત્નનિર્વત્થરૂપે કાવ્યના અંગરૂપ બનાવી દે છે. ૨. વાયાવરથામાં જે અલંકારે શરીરત્વ જ પ્રાપ્ત કરી શકતા નથી, તે જ અલંકારે વ્યંગ્યરૂપે વનિનું અંગ બનીને પરમ શોભા પ્રાપ્ત કરે છે.
અલંકાર ધ્વનિનું અંગ શી રીતે બને તે હવે કહે છે –
અલંકારો વિનિનું અંગ બંને રીતે બની શકે છે, વ્યંજકરૂપે અને વ્યંગ્યરૂપે. એમાંથી આ પ્રકરણમાં તો તેમને વ્યંગ્યરૂપે જ સમજવાના છે. અલંકાર વ્યંગ્ય હોય ત્યારે પણ તેમનું પ્રાધાન્ય વિવક્ષિત હોય તે જ તેઓને ધ્વનિમાં સમાવેશ થઈ શકે છે. નહિ તો તે ગુણીભૂતવ્યંગ્ય ગણાય છે, એવું હવે પછી પ્રતિપાદન કરવામાં આવશે.
અલંકારો અંગી એટલે કે પ્રધાનરૂપે વ્યંગ્ય હોય ત્યારે પણ તેમની સ્થિતિ બે પ્રકારની હોય છે. ૧. કોઈ વાર તેઓ વસ્તુમાત્રથી વ્યંજિત થયા હોય છે તો ૨. કઈ વાર અલંકારથી. તેમાં –
અલંકારો જ્યારે વસ્તુમાત્રથી વ્યંજિત થતા હોય છે ત્યારે તે તેઓ નિસંદેહ ધ્વનિનું અંગ બને છે.
તેનું કારણ એ છે કે – કાવ્યવૃત્તિને એટલે કે કાવ્યપ્રવૃત્તિને આધાર જ એના ઉપર હોય છે.