________________
૧૩૨ ] અપહુનુતિધ્વનિ
[ દવન્યાલક છો ? તો એનો જવાબ એ છે કે ઘણી વાર આપણે જોઈએ છીએ કે માણસો મુગ્ધતાને વશ થઈ પશુપંખી સાથે વાત કરે છે. તે જ રીતે આ નાયિકા પણ મુગ્ધતાવશ થઈ ભ્રમરને સંબોધે છે અને માલતી ફૂલની ઉત્તમતા જણાવે છે. એટલે અહીં ભ્રમર જ પ્રસ્તુત છે અને ત્યાં જ વાચ્યાર્થ પૂરે થાય છે. ત્યાર પછી એ વાચ્યાર્થીને જેરે બીજો એક અર્થ પ્રગટ થાય છે કે સૌભાગ્યના અભિમાનથી ભરેલી અને સુકુમાર પરિમલવાળાં માલતીનાં કુલ જેવી, નિર્વ્યાજ પ્રેમપરાયણ કેઈ કુલવધૂ , બનાવટી ચાતુરીને કારણે વધુ જાણીતી થયેલી, કુટિનીરૂપી કંટકથી ઘેરાયેલી અને દૂર દૂર સુધી સુગંધ ફેલાવનાર કેતકીનાં વન જેવી વેશ્યાઓમાં આમ તેમ ભટકતા પ્રિયતમને ઠપકો આપી રહી છે.
આમ, અહીં અપ્રસ્તુપ્રશંસા વાચ્ય નથી પણ વ્યંગ્ય છે અને માટે જ આ અપ્રસ્તુતપ્રશંસાધવનિને દાખલ છે.
અપહુનુતિધ્વનિનું ઉદાહરણ અમારા ઉપાધ્યાય ભદ્રાજના નીચેના બ્લેકમાં જોવા મળે છે –
“હે નમણાં અંગવાળી, ગૌરાંગી સ્ત્રીઓના મુચકુંભ સમાન વિશાળ અને સુભગ વિસ્તારવાળા સુધાકર ચંદ્રમાં કાળા અગરની પત્રલેખારૂપે રહેવાને કારણે જ જે સુંદરતા પામે છે, તે તો, વિયોગાગ્નિથી બળતી ઉત્કંઠિત વનિતાઓના ચિત્તમાં વસવાને કારણે ઉત્પન્ન થયેલા સંતાપને દૂર કરવાને આ કામદેવ અંગે ફેલાવીને પડ્યો છે.”
આ શ્લોકમાં ચંદ્રમાં જે કાળાં ધાબાં હોય છે તેને વિશે એમ કહ્યું છે કે એ તો વિરહાગ્નિથી બળતા વિગિનીના હૃદયમાં વસવાને કારણે જેનાં અંગે તપી ગયાં છે એવો કામદેવ તાપ શમાવવા માટે અંગો ફેલાવીને પડો છે. અહીં ચંદ્રકલંકને નિષેધ શબ્દમાં કહેલું નથી એટલે આ અપનુતિ વાચ નથી પણ વ્યંગ્ય છે.
ઉપરાંત, આ શ્લેકમાં બીજા પણ કેટલાક અલંકારે બંઆપે રહેલા છે.
(૧) સંદેહધ્વનિ : ચંદ્રબિંબમાં જે કલંક છે તે શું છે તે કહેલું નથી. માત્ર એટલું જ કહેવું છે કે “ગૌરાંગીના સ્તનના જેવા સંતમાં પત્રાવલિની પેઠે જે શોભી રહ્યું છે તે” આમ, અહીં સંદેહ અલંકાર વનિત થાય છે.