________________
૧૩૦ ] શ્લેષધ્વનિ અને યથાસંખ્ય ધ્વનિ
[ ધ્વન્યાલ શબ્દ અને અર્થના ઉપયોગમાં પ્રસિદ્ધિ જ પ્રમાણ છે.
એને સમજાવતાં લોચનકાર કહે છે કે ઉપરના દાખલાઓમાં અસંબદ્ધતા છે કે નહિ, એટલે કે અહીં ઉપેક્ષાને અર્થ સમજાય છે કે નહિ, તેનું પ્રમાણ એકમાત્ર સહુદની પ્રતીતિ જ છે. જે સહુને કવિને અભિપ્રેત અર્થ પહોંચતો હોય તો કોઈ પ્રયોગ સામે વાંધો લેવાને અર્થ નથી. ઉપરનાં ઉદાહરણોમાં સહૃદયોને ઉક્ષાની પ્રતીતિ થાય છે એ જે બતાવે છે કે એમાં અસંબદ્ધતા નથી.
લેષ ધ્વનિનું ઉદાહરણ– रम्या इति प्राप्तवतीः पताका: राग विविक्ता इति वर्धयन्ती:। यस्यामसेवन्त नमद्बलीकाः समं वधूभिर्वलभीर्युवान: ॥
જે (દ્વારિકાનગરી)માં રમણીયતાને કારણે પતાકા પ્રાપ્ત કરનાર, એકાંતને કારણે રાગને વધારનાર, ઝકેલાં છજાંવાળી પિતાની ગુપ્ત હવેલીઓનું સેવન યુવાને પિતાની વધુ સાથે કરતા હતા.”
આ વાગ્યાર્થ સમજાઈ જતાં અભિધાશક્તિ તો વિરમી જાય છે. ત્યાર પછી વિચાર કરતાં સહૃદયને સમજાય છે કે આ લોકમાં હવેલીઓ માટે વાપરેલાં બધાં જ વિશેષણ વધૂઓને પણ લાગુ પડે છે અને ત્યારે શ્લેષથી થતા બીજો અર્થ વ્યંજના દ્વારા તેને સમજાય છે. એ રીતે હવેલીઓનાં બધાં વિશેષણો વધૂઓને આ રીતે લાગુ પડે છે. રમણીયતાને માટે પ્રસિદ્ધ, ઘાટીલાં અંગવાળી, ઝૂકેલી ત્રિવલીઓવાળી, વધૂઓ સાથે યુવાન હવેલીઓનું સેવન કરતા હતા. આમ, અહીં લેવધ્વનિ છે. એટલે વૃત્તિમાં કહ્યું છે કે
અહીં વધૂઓની સાથે હવેલીઓનું સેવન કરતા હતા એવા વાયાથેની પ્રતીતિ થયા પછી હવેલીઓ વધૂ જેવી છે એવી લેષની પ્રતીતિ પણ અર્થ સામર્થ્યથી પ્રધાનપણે થાય છે.
યથાસંખ્યધ્વનિનું ઉદાહરણ –
“આંબાને કૂંપળ ફૂટી, પાન આવ્યાં, કળીએ બેઠી, ફૂલ ખીલ્યાં; હૃદયમાં કામદેવને કૂંપળ ફૂટી, પાન આવ્યાં, કળીએ બેઠી અને કુલ ખીલ્યાં.”