________________
ઉદ્યોત ૨-ર૭ ]
અથ તરન્યાસનિ [ ૧૨૭ વિશેષતા એથી જ પ્રતીત થાય છે એટલે એ જ પ્રધાન છે. આમ, એ આક્ષેપવનિનું ઉદારણ બને છે. માટે જ વૃત્તિમાં કહ્યું છે કે
અહીં વાચ્ય અતિશયોક્તિ દ્વારા હયગ્રીવના ગુણો અવર્ણનીય છે એવું પ્રતિપાદન કરનાર તેની વિશેષતાને પ્રગટ કરનાર આક્ષેપાલંકાર વ્યંજિત થયો છે. ' અર્થાતરન્યાસક્વનિ બે પ્રકારનો સંભવે છે: ૧. શબ્દશક્તિમૂલ સંલક્ષ્યક્રમવ્યંગ્ય અને ૨. અર્થશક્તિમૂલ સંલક્ષ્યક્રમવ્યંગ્ય. એમાંના પહેલા પ્રકારનું ઉદાહરણ –
ફળ તો દૈવાધીન છે. એમાં શું થઈ શકે તેમ છતાં અમે એટલું કહીએ છીએ કે રક્ત અશકનાં પલ્લવ બીજાં પલ જેવાં નથી.” *
આમાં “ફળ' શબ્દના બે અર્થ થાય છેઃ ૧. ફળ અને ૨. પરિણામ રક્ત અશોકને આંબાની જેમ ફળ નથી આવતાં પણ તેમાં શું થઈ શકે? બીજો અર્થ લઈએ તો ફળ કહેતાં પરિણામ તો દૈવાધીન છે, માણસ તે માત્ર પ્રયત્ન કરી શકે આમ, અહીં સામાન્યના દ્વારા વિશેષનું સમર્થન કરેલું છે, એટલે એ અર્થાતરન્યાસ અલંકાર થયે. અને એ વાસ્થ લેવાલંકારમાંથી વ્યંજિત થાય છે. આમ, એ અતરન્યાસક્વનિનું ઉદાહરણ બને છે.
બીજા પ્રકારનું ઉદાહરણ–
“ ક્રોધને મેં હૃદયમાં ભંડારી રાખે છે, મોઢા ઉપર મેં રોષને પ્રગટ થવા દીધો નથી, છતાં તું મને મનાવી રહ્યો છે. હે બહુજ્ઞ, તે અપરાધ કર્યો છે છતાં હું તારા ઉપર રોષ કરી શકતી નથી.”
આ શ્લોકમાં “બહુ' શબ્દ વાપર્યો તો છે નાયકને એટલે કે વિશેષ વ્યક્તિને માટે, અને કહ્યું છે કે તું બહુજ્ઞ છે એટલે અપરાધી હોવા છતાં તારા ઉપર રોષ થઈ શકતો નથી. આ વાગ્યાથે સમજાયા પછી વિચાર કરતાં લાગે છે કે આ વાત ફક્ત આ વિશેષ નાયકને જ નહિ પણ સૌ બહોને લાગુ પડે છે, એટલે અહીં વિશેષ અર્થ દ્વારા સામાન્યની ચિંતાથી