________________
૧૨૬ ] ઉપસાધ્વનિ અને આક્ષેપધ્વનિ
[ ધ્વન્યાલોક
આવા દાખલાઓમાં સંલક્ષ્યક્રમચંખ્ય રૂપકને આશ્રયે જ કાવ્યનું ચારુત્વ રહેલું છે એટલે એને રૂપવનિ નામ આપવું એ જ યોગ્ય છે. ઉપાધ્વનિનું ઉદાહરણ –
વીરની દષ્ટિ કુંકુમ લગાડેલા પ્રિયાના સ્તને ઉપર નથી રમતી એટલી શત્રુના હાથીઓનાં સિંદૂરથી રંગાયેલાં કુંભસ્થળ ઉપર ઉમે છે.”
આમાં પ્રિયાનાં સ્તન કરતાં શત્રુના હાથીઓનાં કુંભસ્થળ વિશેષ આકર્ષક છે એમ કહ્યું છે, એટલે વાચાલંકાર વ્યતિરેક છે, પણ એમાંથી
ધ્વનિત થતી કુંભસ્થળો અને સ્તન વચ્ચેની ઉપમા જ વીરત્વના અતિશયને પિષક બને છે એટલે અહી ઉપમાધ્વનિ છે એમ કહેવું જોઈએ.
એનું જ બીજું ઉદાહરણ મારા “વિષમખાણલીલા” કાવ્યમાં કામદેવ અસુરે ઉપર વિજય મેળવે છે તે પ્રસંગને લગતા નીચેના શ્લોકમાં રહેલું છે –
“ લક્ષમીના સોદર રોને ભેગાં કરવામાં મગ્ન થયેલા અસુરના હૃદયને કામદેવે પ્રિયાના બિંગાધરોમાં ચકચૂર બનાવી દીધું.”
અહીં વાચાલંકાર અતિશયોક્તિ છે અને વ્યંગ્યાલંકાર ઉપમા છે. અને એ જ ચમત્કારક હેઈ આ ઉપમાધ્વનિનું ઉદાહરણ છે.
આક્ષેપધ્વનિનું ઉદાહરણ –
“ હયગ્રીવમાં રહેલા બધા ગુણે તો તે કહી શકે, જે મહાસાગરનું માપ પાણીના ઘડાથી કાઢી શકે.”
અહીં અતિશયોક્તિ વાચાલંકાર છે કારણ, સમુદ્રનું માપ કાઢવાને ગુણોની ગણના સાથે સંબંધ ન હોવા છતાં, એવા સંબંધની સંભાવના કરેલી છે, તેથી અહીં સંભાવનામૂલક સંબંધોતિશયોક્તિ અલંકાર વાચ છે અને ગુણોનું વર્ણન કરવું અહીં ઈષ્ટ છે અને તેનો નિષેધ કરેલ છે – એટલે આક્ષેપાલંકાર વ્યંગ્ય છે. અને હયગ્રીવનાં ગુણોની અંગણિતતા અને