________________
૧૨૪] વ્યંગ્યાલંકાર પ્રધાન હોય ત્યાં જ દવનિ [ ધ્વન્યાલક
ત્યાં દેવનિનું ઉદાહરણ છે એમ ન કહેવાય. જેમ કે, દીપક વગેરે અલંકારોમાં ઉપમા વ્યંગ્ય હોવા છતાં એ ઉપમાને પ્રાધાન્ય મળે એ રીતે ચારુતાની વ્યવસ્થા ન હોવાને કારણે તે ઉપમાને આપણે વનિ કહેતા નથી. જેમ કે –
“ચંદ્રનાં કિરણોથી રાત્રિનું, કમળોથી નલિનીનું, પુષ્પ ગુચ્છથી લતાનું, હસેથી શરદની શોભાનું અને સજજનેથી કાવ્યકથાનું ગૌરવ વધે છે.”
આ દીપકાલંકારના દાખલામાં ઉપમા ગર્ભિત રહેલી હોવા છતાં વાચ્ય દીપક અલંકારને કારણે જ એમાં ચારુતા પ્રતીત થાય છે, નહિ કે વ્યંગ્ય ઉપમાને કારણે એટલે એ વાચ્યાલંકાર ઉપરથી જ એ કાવ્યને નામ આપવું
ગ્ય છે.
એનો અર્થ એ કે એને વાય દીપક અલંકારનો દાખલો ગણુ.
હવે પછી આવતા ભાગમાં વ્યંગ્ય અલંકાર ઉપરથી તે કાવ્ય શાનું ઉદાહરણ છે તે નકકી કરવું જોઈએ એ વાત સમજાવવા માટે અલંકારવનિનાં ૧૧ ઉદાહરણો આપીને વિગતે ચર્ચા કરેલી છે. જ્યાં વ્યંગ્યાલંકાર પ્રધાન હોય એવાં કાવ્યોમાં વાગ્યાલંકારની ત્રણ સ્થિતિ સંભવે છે: (૧) વાગ્યાલંકાર દ્વારા બીજા બંયાલંકારની પ્રતીતિ થતી હોય; (૨) વાચાલંકાર હોય તો ખરો પણ તે વ્યંજક ન હોય; અને (૩) વાયાકાર હોય જ નહિ. એનો અર્થ એ થયો કે બીજા અને ત્રીજા વિકલ્પમાં વ્યંગ્યાલંકારની પ્રતીતિ કોઈ અલંકારમાંથી નહિ પણ વસ્તુમાંથી થાય છે. હવે જે ઉદાહરણ ચર્ચેલાં છે તેમાં બંને પ્રકારના એટલે કે અલંકારમાંથી બીજે અલંકાર વ્યંજિત થતો હોય અને વસ્તુમાત્રથી અલંકાર વ્યંજિત થતો હોય એવા બંને પ્રકારના દાખલા છે. વાગ્યાલંકારના પ્રાધાન્યનો દાખલો ઉપર આપ્યો છે. હવે કહે છે કે
પરંતુ જ્યાં વાગ્યાલંકાર વ્યંગ્યાલંકારને પ્રધાનપણે વ્યંજિત કરતો હોય ત્યાં વ્યંગ્યાલંકારને આધારે તેનું નામ પાડવું એગ્ય છે. જેમ કે –